Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મજાતંત્ર:કેરી, આઇસક્રીમ કે પછી બરફના બારુદ?

    13 hours ago

    હરખાબહેન પગીના પુત્ર ચેતન પગી ઉનાળો એ સહનશક્તિ કેળવવાનું શીખવાડતો શોર્ટ ટર્મ કોર્સ છે. ચાર મહિનાના આ કોર્સ દરમિયાન મોટરસાઇકલ તપેલી અને એનો માલિક તપેલો હોય એવું એકસાથે બની શકે છે. તપેલી અને તપેલો બંને એકબીજા પર સવાર થઈને જે રસ્તેથી પસાર થાય એ પણ કંઇ ઓછો તપેલો નથી હોતો. આમ તો વરસાદમાં માણસ પલળી જાય એવું બનતું હોય છે પણ હવે ઉનાળો એવો ધમધોકાર હોય છે કે કોઈક કામે બજારમાં આંટો મારીને આવેલો માણસ પણ પલળીને પાછો આવે એવું બની શકે છે, અલબત્ત પરસેવે રેબઝેબ થઈને. આપણે ત્યાં ઋતુઓ ભલે છ હોય પણ સિઝન અગણિત છે. જેમાં વરસની શરૂઆતમાં આવતી પતંગની સિઝનથી લઈને પિચકારીની સિઝન, સ્કૂલનાં ચોપડા-યુનિફોર્મની સિઝન, અથાણાં કરવાની સિઝન, મરચું-હળદર ભરવાની સિઝન ફરવા જવા સુધીની સિઝનો સામેલ છે (હવે ચૂંટણીઓ બારેમાસ આવતી હોવાથી એની સિઝન લિસ્ટમાંથી દૂર કરવામાં આવી છે). બધી જ સિઝનોનો લાભ લઈ શકાય એ માટે બજારમાં સિઝનેબલ વેપારીઓનો અલગ ચોકો જોવા મળે છે. તેઓ ચાલતી કોઈ પણ ગાડી (સિઝન)માં ચઢીને વકરો કરી જાણે છે. જો કે આ બધી સિઝનોમાં શિરમોર છે કેરીની સિઝન. આ સિઝનમાં ભાજપને સમર્થન આપતા હોય એવા આદમીઓ પણ આમ પાર્ટીમાં જોડાયા વિના રહી શકતા નથી. આ સિઝનમાં તમે ફ્લેટના પાંચમા માળે જવા માટે સીડીઓ ચઢવાનું પસંદ કરશો તો દરેક ફ્લેટની બહાર ડસ્ટબિન પર કેરીની ખાલી પેટીઓ જોવા મળશે. ના, કેરીના ગોટલા જોવા નહીં મળે, કારણ કે ગુજરાતીઓ માત્ર કેરીમાંથી જ નહીં પણ ગોટલામાંથી પણ ગમતો ‘રસ’ કાઢવાના ઉપાયો જાણે છે. આંબે લાગતા મોર સાથે આરંભ થયેલું કેરીનું અસ્તિત્વ સ્વાદરસિયાઓના વન્સ મોર વન્સ મોરની ડિમાન્ડ સાથે પેટમાં ઓગળી જાય છે. કેરીનો માત્ર સ્વાદ નહીં પણ સુગંધ પણ વૈવિધ્યસભર છે. કાચી કેરી, આછી-પાતળી પાકેલી કેરીથી લઈને અથાણાં માટેની કેરી સુધીની સુગંધની લાંબી રેન્જ માણી શકાય છે. કોઈ મસમોટા મલ્ટિપ્લેક્સમાં પાંચ-સાત સ્ક્રીન પર અલગ-અલગ ટેસ્ટની ફિલ્મો ચાલતી હોય એમ કેરી પણ સ્વાદનું અનોખું મલ્ટિપ્લેક્સ છે. જેમાં તમે અનેક પ્રકારની કેરી મનેફાવે એ રીતે માણી શકો છો એ પણ ઇન્ટરવલ પાડ્યા વિના. આપણને કેરી ખાવાની ઉતાવળ હોય છે એમ વેપારીઓને કેરીમાંથી કમાઈ લેવાની ઉતાવળ હોય છે. ગરમી વકરી હોય ત્યારે એમને કેરીમાંથી વકરો કરવાની તક મળે છે. સ્કૂલમાં ભણાવવામાં આવતું મેથ્સ અને બજારનું મેથ્સ અલગ હોય છે. બજારમાં તમને બે કિલો કેરીમાંથી કાઢવામાં આવેલો ચાર કિલો રસ પણ મળી જશે. આ દાખલો તમને ગણિતના સર પણ સમજાવી નહીં શકે. મૂળ વાત ગરમીની છે. ઉનાળાની સિઝનમાં ચૂંટણી આવે ત્યારે પસંદગી માત્ર બે રાજકીય પક્ષ નહીં પણ આઇસક્રીમ અને બરફના ગોળા વચ્ચે પણ કરવી પડે છે. અમદાવાદમાં સાંજ પડે એટલે બરફના ગોળાની એટએટલી લારીઓ જોવા મળશે કે ‘અમદાવાદમાં મોડી સાંજે હિમવર્ષા’ એવા બ્રેકિંગ ન્યૂઝ ટીવીના પડદે આપી શકાય છે. ગોળાની લારી પર હવે તો આઇસ ડિશના નામે બરફનો નાનકડો પહાડ બનાવીને પીરસવામાં આવે છે. જેને ચમચી વડે ખોતરીને ખાધા પછી સ્વાદનો એવરેસ્ટ સર કર્યા જેવું પરમસુખ પ્રાપ્ત થાય છે. બરફાચ્છાદિત ડિશ ખાવાનું શરૂ કર્યા પછી થોડીવારમાં તમને ધરાઈ ગયા એવી ફીલ મળશે પણ ત્યારે જ તમને ખ્યાલ આવશે કે હજુ તો બેઝ કેમ્પ પર પહોંચ્યા છીએ, આખો પહાડ સર કરવાનો હજુ બાકી છે. આઇસક્રીમ અને બરફના ગોળા કે આઇસ ડિશમાં એક સામ્યતા છે કે આ આઇટમો ખાતી વખતે જો તમે વાતો કરવામાં કે સાંભળવામાં વધુ ધ્યાન આપશો તો શક્ય છે કે જે આઇટમ તમે ખાવા માટે મગાવી હતી એની પૂર્ણાહૂતિ તમારે પીને કરવી પડી શકે છે. ગરમી વધારે હોય એવા દિવસોમાં બપોરેના વખતે આખું રાજ્ય ‘રાજકોટ મૉડ’ પર મુકાઇ જાય છે. મોબાઇલ ફોનના સ્ક્રીન પર તાપમાનનો આંકડો દેખાતો થયા બાદ કોણ જાણે કેમ ગરમી વધારે લાગવા માંડી છે! ઘણીવાર એ. સી. વસાવ્યા પછી પણ અચાનક ગરમી વધારે લાગવા માંડે છે. આપણે ત્યાં ગરમી વધારે પડે છે એટલા માટે એસી નથી ખરીદવામાં આવતું પણ આજુબાજુના બધા પાડોશીઓને ત્યાં એસી આવી ગયું હોવાથી તે ખરીદવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    સાપ્તાહિક ભવિષ્યફળ:કર્ક, કન્યા, કુંભ રાશિના જાતકોને નાણાકીય ક્ષેત્રે ફાયદો થાય
    Next Article
    વિકાસની વાટે:સુખ બીજાને વહેંચવાથી વધે અને દુઃખ વહેંચવાથી ઘટે

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment