Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું:વડાપ્રધાનના રોડ શોને પગલે વાહનચાલકો માટે ગોલ્ડન બ્રિજ નીચેથી શહેરમાં નો એન્ટ્રી

    4 days ago

    અણખોલની સીમમાં બનેલા સરદારધામનું 11 મેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે. આ કાર્યક્રમ બાદ સાંજે 6થી 7:15 કલાક દરમિયાન ગદા સર્કલથી એરપોર્ટ સુધી રોડ-શો યોજાશે. સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે વાહન વ્યવહાર પર પ્રતિબંધો અને ડાયવર્ઝન જાહેર કર્યા છે. જોકે એમ્બ્યુલન્સ, ફાયરબ્રિગેડ, પોલીસનાં વાહનો તેમજ જે મુસાફરો પાસે ફ્લાઇટ ટિકિટ હશે તેમને પ્રતિબંધોમાંથી મુક્તિ અપાઈ છે. 11મીએ સાંજે 4 કલાકથી રોડ-શો પૂર્ણ ન થાય ત્યાં સુધી ગોલ્ડન બ્રિજથી ગદા સર્કલ થઈ એરપોર્ટ સર્કલ સુધી નો પાર્કિંગ ઝોન રહેશે. પ્રતિબંધ: ડમરું સર્કલથી ગદા સર્કલ તરફ રસ્તો બંધ ગોલ્ડન બ્રિજ નીચે થઈને વાહનચાલકો શહેરમાં પ્રવેશ નહીં કરી શકે હરણી મોટનાથ મહાદેવ ચાર રસ્તાથી સેફ્રોન પ્લાઝા થઈને ગોલ્ડન બ્રિજગદા સર્કલ તરફ પ્રવેશ બંધી ડમરું સર્કલથી ગદા સર્કલ કે હરણી મુક્તિધામ તરફ ઊર્મિ બ્રિજ ત્રણ રસ્તાથી મોતીભાઇ પટેલ સર્કલ તરફ પ્રવેશ બંધી એરપોર્ટ સર્કલથી મોતીભાઇ પટેલ સર્કલ તરફ પ્રવેશ બંધી વૈકલ્પિક રસ્તો | ગોલ્ડન બ્રિજથી દેણા-દુમાડ જવાશે ગોલ્ડન બ્રિજથી દેણા બ્રિજ અને દુમાડ બ્રિજ નીચે થઈને જઈ શકાશે મોટનાથ ત્રણ રસ્તાથી દેણા ચેકપોસ્ટ કે ડમરું સર્કલથી સમા લિંક રોડ તરફ ઊર્મિ બ્રિજ ત્રણ રસ્તાથી એબેકસ સર્કલ, અમિતનગર થઈ જઈ શકાશે એરપોર્ટ સર્કલથી અમિતનગર બ્રિજ, સંગમ ચાર રસ્તા કે ખોડિયારનગર ચાર રસ્તા તરફ જઈ શકાશે
    Click here to Read More
    Previous Article
    વાતાવરણ:43.4 ડિગ્રી સાથે સિઝનનો હોટેસ્ટ ડે, કાલે 44 ડિગ્રી થવાની આગાહી
    Next Article
    સિટી એન્કર:બરોડા પ્રિમિયર લીગ માટે ડ્રો કરાયો,180માંથી 100 ખેલાડીને 5 ટીમમાં સમાવાયા, કેપ્ટન સહિત 6 ક્રિકેટરોને રિટેઇન કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment