Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:બરોડા પ્રિમિયર લીગ માટે ડ્રો કરાયો,180માંથી 100 ખેલાડીને 5 ટીમમાં સમાવાયા, કેપ્ટન સહિત 6 ક્રિકેટરોને રિટેઇન કરાયા

    4 days ago

    બરોડા પ્રિમિયર લીગને લઈ ખેલાડીઓને ટીમમાં સમાવવા શનિવારે ડ્રો કરવામાં આવ્યો હતો. 180 ખેલાડીમાંથી 5 ટીમે 20-20 ખેલાડી રાખી 100ને પોતાની ટીમમાં સમાવ્યા હતા. બીપીએલનો ડ્રો કબીર ફાર્મમાં યોજાયો હતો. એ-4 પાવર સ્ટ્રાઈકર્સ, અમી સુપર એવેન્જર્સ, એલેમ્બિક વોરિયર્સ, ડાયમંડ ડેઝલર્સ અને પૃથ્વી પેન્થર્સ ટીમના કેપ્ટન અને માલિક ડ્રોમાં હાજર રહ્યા હતા. ખેલાડી સિલેક્ટ કરવા ચિઠ્ઠી ઉપાડીને ક્રમ નક્કી કરાયો હતો. ત્યારબાદ 12 ખેલાડીને ટીમમાં સમાવાયા હતા, જ્યારે 6 ખેલાડીને દરેક ટીમે રિટેઇન કર્યા હતા અને 2 ખેલાડીને અંતમાં ઉમેરી દેવાયા હતા. ગત સિઝનમાં વરસાદને લઈ સર્જાયેલી સમસ્યા બાદ આ વખતે 1થી 14 જૂન ટુર્નામેન્ટ દરમિયાન રમાશે. આ વખતે આઈપીએલની ટીમના વધુમાં વધુ સ્કાઉટ્સ ખેલાડી પસંદ કરવા આવે તેવી આયોજકોને આશા છે. બીસીએ પ્રમુખ પ્રણવ અમીને કહ્યું કે, પહેલીવાર ડ્રો કરી ખેલાડી પસંદ કરાઈ રહ્યા છે. આ સિઝન બીપીએની ગુણવત્તા, સ્પર્ધાત્મકતાના મામલે વધુ ઊંચુ સ્તર હાંસલ કરશે. 6 દિવસ પહેલાં ખેલાડીનું લિસ્ટ ટીમોને અપાયું હતું ખેલાડીઓને ટીમમાં રિટેઇન કરવા બીપીએલના તમામ ટીમ માલિકોએ મિટિંગ કરી હતી. ડ્રોના 6 દિવસ પૂર્વે બીસીએ દ્વારા ટીમોને ખેલાડીઓનું લિસ્ટ અપાયું હતું. કોચે સંપૂર્ણ ફોર્મ જોઈ સ્ટડી કરી બેટ્સમેન, બોલર, ઓલરાઉન્ડર સહિતને કેવી રીતે ટીમમાં લેવા તેનું આયોજન કર્યું હતું. બીજી બાજુ દરેક ખેલાડીને બીસીએ 20 દિવસ હોટલમાં રાખશે, સાથે તેઓ હવે સ્પોન્સર પણ શોધી રહ્યા છે. ડાયમંડ ડેઝલર્સના કોચ જેકોબ માર્ટિનને હટાવાયા ડાયમંડ ડેઝલર્સ ટીમના કોચ જેકોબ માર્ટીન હતા. જોકે સિઝન-1થી જ ટીમમાં કેટલાક આંતરિક વિવાદ થયા હોવાનું જાણવા મળ્યું હતું. હાલ જેકોબ માર્ટિને બીસીએમાં રાજીનામું આપી દીધું છે, જેથી તેમને કોચની પોસ્ટ પરથી હટાવી દેવાયા છે. તેમની જગ્યાએ અનિરુદ્ધ ગાયકવાડ અને કામરાન શેખને કોચ રખાયા છે.
    Click here to Read More
    Previous Article
    પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું:વડાપ્રધાનના રોડ શોને પગલે વાહનચાલકો માટે ગોલ્ડન બ્રિજ નીચેથી શહેરમાં નો એન્ટ્રી
    Next Article
    માતૃત્વનું આધ્યાત્મિક મોડલ:ગાયનેક દંપતી પ્રસૂતિ પૂર્વે સગર્ભાઓને ગર્ભ સંસ્કાર પછી બાળકોમાં બ્રહ્મચર્યાશ્રમ સુધી સંસ્કારનું સિંચન કરે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment