Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માતૃત્વનું આધ્યાત્મિક મોડલ:ગાયનેક દંપતી પ્રસૂતિ પૂર્વે સગર્ભાઓને ગર્ભ સંસ્કાર પછી બાળકોમાં બ્રહ્મચર્યાશ્રમ સુધી સંસ્કારનું સિંચન કરે છે

    3 days ago

    શ્રીમતી તૃપ્તિબેન પાઠકના પુત્ર વિરાટ પાઠકનો રિપોર્ટ વડોદરાના ગાયનેક દંપતીએ માતૃત્વને આધ્યાત્મ સાથે જોડીને પોતાની હોસ્પિટલમાં જ ગર્ભ સંસ્કાર વિભાગ ખોલ્યો છે. વડોદરાનું આ એક માત્ર હોસ્પિટલ હશે જ્યાં ગર્ભધારણ કરનારી મહિલાઓને ગર્ભ સંસ્કાર શીખવવામાં આવે છે. તેમજ હોસ્પિટલમાં જ યજ્ઞ પણ કરાવાય છે. મહત્વનું છે કે, દંપતીએ છેલ્લા 10 વર્ષમાં 10 હજાર ગર્ભવતી મહિલાઓને ગર્ભ સંસ્કારનું માર્ગદર્શન આપ્યું છે. માંજલપુરમાં દેવપુષ્પ હોસ્પિટલ ચલાવતા ડો.નિરજ શાહ અને ડો.રાખી શાહે જણાવ્યું હતું કે, અમારો પરિવાર ગાયત્રી પરિવાર સાથે વર્ષોથી જોડાયેલો છે. દર રવિવારે હોસ્પિટલમાં ગર્ભ સંસ્કાર અંતર્ગત યજ્ઞ કરાવવામાં આવે છે. ગર્ભ સંસ્કાર સિંચન અંતર્ગત ગર્ભવતી મહિલાઓને સૂર્ય ઉદય પહેલા જાગવું, પ્રાર્થના કરવી, પ્રાણાયામ, સંગીત સાથે આસન, ગર્ભ સંવાદ વિગેરે શીખવાડવામાં આવી રહ્યું છે. ગર્ભ સંસ્કારથી મારા દીકરામાં પ્રામાણિકતાનો ગુણ આવ્યો દેવપુષ્પ હોસ્પિટલમાં મારી સારવાર ચાલતી હતી, તે દરમિયાન મારા ગર્ભ સંસ્કાર કરાયા હતાં. તેની અસર હવે મારા બાળક પર જોવા મળી રહી છે. ગર્ભ સંસ્કાર ઉપરાંત હું સારા ચરિત્રો અને પુસ્તકોનું વાંચન કરતી હતી. ગર્ભ સંસ્કારના કારણે મારા 8 વર્ષના દીકરા વિશ્રુતમાં પ્રામાણિકતાનો ગુણ આવ્યો છે. આજના ડિજિટલ યુગમાં પણ હજી સુધી તે મોબાઇલ સહેજ પણ અડકતો નથી અને શ્રીમદ ભાગવદ્ ગીતાના લગભગ 20-25 શ્લોક તેને મુખપાઠ છે. > નેહલ જોષી , હરણી રોડ 2 વર્ષથી બાળ સંસ્કાર શાળા કાર્યરત, 50 બાળકોમાં સંસ્કાર સિંચન કરાયું ડોક્ટર દંપતીએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં જે મહિલાની ડિલિવરી થઈ હોય તેમના 4થી 14 વર્ષ સુધીના બાળકોને હોસ્પિટલની બાજુમાં શરૂ કરેલા બાળ સંસ્કાર શાળામાં રામ-કૃષ્ણ અંગેની વાર્તાઓ કહીએ છીએ. આ ઉપરાંત ગણેશ મંત્ર, ગાયત્રી મંત્ર જેવા વૈદિક મંત્રો શિખવાડીને તેમનામાં સંસ્કારનું સિંચન પણ કરીએ છીએ. અત્યારે 50 બાળકોમાં સંસ્કારનું સિંચન થઈ રહ્યું છે.હરિદ્વારા સ્થિત શાંતિકુંજ દ્વારા બાળકોની બૌદ્ધિક ક્ષમતા, શારીરિક અને વ્યવહારિક ક્ષમતા અંગે રિસર્ચ કરાઈ રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:બરોડા પ્રિમિયર લીગ માટે ડ્રો કરાયો,180માંથી 100 ખેલાડીને 5 ટીમમાં સમાવાયા, કેપ્ટન સહિત 6 ક્રિકેટરોને રિટેઇન કરાયા
    Next Article
    શિક્ષણ:વડોદરામાં ધો.1થી 12ના 16,774 વિદ્યાર્થીઓનું ‘ડ્રોપ આઉટ’, હવે પગેરું શોધવા કવાયત કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment