Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શિક્ષણ:વડોદરામાં ધો.1થી 12ના 16,774 વિદ્યાર્થીઓનું ‘ડ્રોપ આઉટ’, હવે પગેરું શોધવા કવાયત કરાઈ

    3 days ago

    શ્રીમતી મીનાબેન પેઠેના પુત્ર કૃણાલ પેઠેનો રિપોર્ટ વડોદરાની સ્કૂલોમાં અભ્યાસ કર્યા બાદ અધવચ્ચેથી સ્કૂલ છોડીને જતા રહેલા વિદ્યાર્થીઓ હવે શિક્ષણ વિભાગ માટે માથાનો દુઃખાવો બન્યાં છે. એક તરફ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત 2030 સુધીમાં ધો.1થી 12માં સ્કૂલ ડ્રોપ આઉટ રેશિયો શૂન્ય પર લાવવાનુ લક્ષ્યાંક નક્કી કરાયું છે. ત્યારે માત્ર વડોદરા જિલ્લામાંથી જ ધો.1થી 12ના 16,774 વિદ્યાર્થીઓ સ્કૂલોમાંથી ‘ગાયબ’ થયા છે.એટલે કે તેઓ સ્કૂલ છોડીને અન્યત્ર ચાલ્યા ગયા છે. હવે તેમને ફરીથી સ્કૂલમાં પ્રવેશ માટે પગેરું શોધવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓમાં સૌથી વધુ ધો.9થી 10ના 12 ટકા જેટલા છે. જ્યારે પ્રાથમિક શાળામાં ધો.1થી 5માં આ રેટ 1.20થી 1.50 જેટલો અને ધો.6થી ધો.8માં 2.50થી 3 જેટલો જ છે. ‘ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ’ અને યુડાઇઝના ડેટાના આધારે આ આંકડાઓ બહાર આવ્યાં છે. આ ડ્રોપ આઉટમાં વડોદરા શિક્ષણ સમિતિની સ્કૂલોના પણ 3 હજાર જેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ માટે શિક્ષણ સમિતિમાં એક પદ્ધતિસરની વ્યૂહરચના અપનાવવામાં આવી છે. હાલમાં સમિતિની સ્કૂલોમાં મિશન મોડમાં વિદ્યાર્થઓને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગ્રામ્ય કે અંતરિયાળ વિસ્તારોમાં ધો.9માં ડ્રોપ આઉટ વધે છે વિદ્યાર્થીના ટ્રેકિંગ માટે લોક ભાગીદારી વધારવાના પ્રયાસો થશે કોઈ વિદ્યાર્થી સ્કૂલમાં જતો બંધ થાય તો અડોસ-પડોસીઓ લોકો શિક્ષણ વિભાગને જાણ કરી શકે તેવી વ્યવસ્થા અથવા વિદ્યાર્થી ટ્રેકિંગ માટે લોક-ભાગીદારી વધારવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યાં છે. આ વિશે શાસનાધિકારી ડો. વિપુલ ભારતિયએ જણાવ્યું કે, આ માટે પ્રિ એનરોલમેન્ટ સરવે અને બેક ટુ ધ સ્કૂલ અભિયાન મિશન મોડમાં શરૂ કરવામાં આવ્યું છે. યુઆરસી કો-ઓર્ડિનેટરની ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા સ્કોલરશિપ ઉપરાંત પાઠ્યપુસ્તકો નિઃશુલ્ક અપાય છે અને અક્ષયપાત્ર યોજના અંતર્ગત ભોજન પણ આપવામાં આવે છે. ગ્રામ્ય કે અંતરિયાળ વિસ્તારોમાં હાઈસ્કૂલ દૂર હોવાથી ધોરણ 9 માં ડ્રોપઆઉટ વધે છે. સરકાર દ્વારા આપવામાં આવતી ટ્રાન્સપોર્ટ સહાય અથવાસરસ્વતી સાધના યોજના અંતર્ગત સાયકલ વિતરણ પણ કરવામાં આવે છે. સૌથી મોટો પડકાર હિન્દી ભાષી વિદ્યાર્થીઓ આ ડ્રોપ આઉટ રેશિયો વધવાના કેટલાક કારણો સામે આવ્યા છે. વડોદરામાં આ માટેનો સૌથી મોટો પડકાર હિન્દી ભાષી વિદ્યાર્થીઓ છે. આ વિદ્યાર્થીઓ પર રાજયમાંથી પોતાના માતા-પિતા સાથે આવે છે અને વડોદરામાં હિન્દી સ્કૂલોમાં પ્રવેશ મેળવે છે. પછી તેના માતા-પિતાની નોકરી કે કામ બંધ થાય છે તો તેઓ જાણ કર્યા વિના જ પોતાના વતન ભણી કે અન્ય સ્થળે ઉપડી જાય છે. જેના લીધે ડ્રોપ આઉટ રેશિયો વધે છે. પમ તેમના યુડાઇસ નંબરને આધારે તેમનું ટ્રેકિંગ કરવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યાં છે.
    Click here to Read More
    Previous Article
    માતૃત્વનું આધ્યાત્મિક મોડલ:ગાયનેક દંપતી પ્રસૂતિ પૂર્વે સગર્ભાઓને ગર્ભ સંસ્કાર પછી બાળકોમાં બ્રહ્મચર્યાશ્રમ સુધી સંસ્કારનું સિંચન કરે છે
    Next Article
    તંત્ર સજ્જ‎:વડાપ્રધાન મોદીના વડોદરા પ્રવાસ માટે શહેરમાં 1600થી વધુ જવાનો તૈનાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment