Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાતાવરણ:43.4 ડિગ્રી સાથે સિઝનનો હોટેસ્ટ ડે, કાલે 44 ડિગ્રી થવાની આગાહી

    4 days ago

    હીટવેવને પગલે શહેરમાં શનિવારે ગરમીનો પારો 1.8 ડિગ્રી વધી 43.4 ડિગ્રી થતાં હોટેસ્ટ ડે નોંધાયો હતો. ગત 26 એપ્રિલે પારો 43 ડિગ્રી નોંધાયા બાદ 12 દિવસ પછી પારો 43 ડિગ્રીને પાર થયો છે. ગત વર્ષે 9 મેએ કમોસમી વરસાદથી પારો 33.6 ડિગ્રી નોંધાયો હતો. આમ 9 મે,2025ની તુલનામાં આ વર્ષે પારો 9.8 ડિગ્રી વધ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, 10 અને 11 મેએ ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી જશે. શહેરમાં શનિવારે મહત્તમ પારો 43.4 ડિગ્રી અને લઘુતમ પારો 27.8 ડિગ્રી નોંધાયો હતો. ભેજનું પ્રમાણ સવારે 44 ટકા અને સાંજે 21 ટકા નોંધાયું હતું. જ્યારે વેસ્ટ-નોર્થ-વેસ્ટની દિશાથી 7 કિમીની ઝડપે પવનો ફૂંકાયા હતા. બપોરે સાડા ત્રણ કલાકમાં પારો 4.4 ડિગ્રી વધી ગયો શનિવારે સવારે 6 વાગે પારો 28 ડિગ્રી હતો, જે સવારે 10 વાગે 36 ડિગ્રી થયો હતો. 4 કલાકમાં 8 ડિગ્રી પારો વધ્યો હતો. જ્યારે બપોરે 12 વાગે પારો 39 ડિગ્રી થયા બાદ બપોરે 3:30 વાગે 43.4 ડિગ્રી થયો હતો. આમ 3:30 કલાકમાં પારો 4.4 ડિગ્રી વધ્યો હતો. તે પછી સાંજે 4 વાગ્યેથી પારો 42 ડિગ્રી થયા બાદ સાંજે 6 સુધી 42 ડિગ્રીએ સ્થિર રહ્યો હતો. આ સ્થિતિમાં વાતાવરણમાં ગરમી જકડાઈ જાય છે, જે રાત્રે પણ અકળામણ વધારે હોય છે.
    Click here to Read More
    Previous Article
    મધ્યપ્રદેશના કુનો બાદ હવે ગુજરાત બનશે બીજું ‘ચિત્તા સ્ટેટ’:બન્નીના મેદાનોમાં જુલાઈ-ઓગસ્ટમાં 4 આફ્રિકન ચિત્તાનો પુન : ગૃહપ્રવેશ
    Next Article
    પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું:વડાપ્રધાનના રોડ શોને પગલે વાહનચાલકો માટે ગોલ્ડન બ્રિજ નીચેથી શહેરમાં નો એન્ટ્રી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment