Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાંયથરી ગામે મોરના મોતથી ચકચાર:કૂતરા અથવા જંગલી પશુએ ફાડી ખાધાનું તારણ

    21 hours ago

    ભચાઉ તાલુકાના રાંયથરી ગામે રાષ્ટ્રીય પક્ષી મોરના મોતના સમાચારને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. શરૂઆતમાં કોઈ અજાણ્યા શિકારીઓ દ્વારા મોરનો શિકાર કરવામાં આવ્યો હોવાની આશંકા સેવાઈ રહી હતી, પરંતુ વન વિભાગની પ્રાથમિક તપાસમાં કંઈક અલગ જ વિગતો બહાર આવી છે. ગામની સીમમાં મોરનો મૃતદેહ મળી આવતા ગ્રામજનોમાં રોષ અને શોકની લાગણી ફેલાઈ હતી. ઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને મોરના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે એવી ચર્ચા વહેતી થઈ હતી કે કોઈ શિકારી ટોળકી દ્વારા રાષ્ટ્રીય પક્ષીને નિશાન બનાવવામાં આવ્યું છે. આ ગંભીર મુદ્દે ભચાઉના રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિજયભાઈ ચૌધરીએ સ્પષ્ટ જણાવ્યું કે, પશુ ચિકિત્સક દ્વારા કરવામાં આવેલા પ્રાથમિક પોસ્ટ મોર્ટમ રિપોર્ટ મુજબ આ કોઈ માનવસર્જિત શિકારની ઘટના જણાતી નથી. મોરને કુતરા અથવા અન્ય કોઈ જંગલી જનાવર દ્વારા ફાડી ખાવામાં આવ્યો હોય તેવું જણાય છે. આ એક કુદરતી શિકારની ઘટના છે. વન વિભાગના જણાવ્યા અનુસાર, મોરના મોતનું સચોટ કારણ જાણવા માટે વિસ્તૃત તપાસ કરવામાં આવી રહી છે. ગામની સીમમાં મોરનો મૃતદેહ મળી આવતા ગ્રામજનોમાં રોષ અને શોકની લાગણી ફેલાઈ હતી. ઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને મોરના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે એવી ચર્ચા વહેતી થઈ હતી કે કોઈ શિકારી ટોળકી દ્વારા રાષ્ટ્રીય પક્ષીને નિશાન બનાવવામાં આવ્યું છે. આ ગંભીર મુદ્દે ભચાઉના રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિજયભાઈ ચૌધરીએ સ્પષ્ટ જણાવ્યું કે, પશુ ચિકિત્સક દ્વારા કરવામાં આવેલા પ્રાથમિક પોસ્ટ મોર્ટમ રિપોર્ટ મુજબ આ કોઈ માનવસર્જિત શિકારની ઘટના જણાતી નથી. મોરને કુતરા અથવા અન્ય કોઈ જંગલી જનાવર દ્વારા ફાડી ખાવામાં આવ્યો હોય તેવું જણાય છે. આ એક કુદરતી શિકારની ઘટના છે. વન વિભાગના જણાવ્યા અનુસાર, મોરના મોતનું સચોટ કારણ જાણવા માટે વિસ્તૃત તપાસ કરવામાં આવી રહી છે. પક્ષીના નમૂના લેવામાં આવ્યા છે અને તેનો ફાઇનલ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ રવિવાર સુધીમાં આવવાની શક્યતા છે. રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.હાલમાં વન વિભાગે આ વિસ્તારમાં પેટ્રોલીંગ વધારી દીધું છે અને ગ્રામજનોને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક જાણ કરવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ચકચાર:લુણા ટાપુ પરથી 7 ફૂટ લાંબુ ડ્રોનનું પાંખડું મળ્યું
    Next Article
    મહામંથન:‘100% લીઝ આધારિત સંકુલને માલિકી હક આપો’ : લેન્ડ પોલિસી મુદ્દે ચેમ્બર આક્રમક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment