Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યપાલનો અનોખો અંદાજ:ગાય દોહી અને બળદગાડું ચલાવી પ્રાકૃતિક ખેતીનો મંત્ર આપ્યો

    20 hours ago

    રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કચ્છની મુલાકાત દરમિયાન ખેડૂતોની વચ્ચે જઈને પ્રાકૃતિક ખેતીનો સંદેશ વહેતો કર્યો હતો. ભુજ તાલુકાના કોડકી ગામની શાળામાં રાત્રિ રોકાણ કર્યા બાદ સવારે કોડકી અને નારાણપર (પસાયતી) ગામના પ્રગતિશીલ ખેડૂતોના ફાર્મની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પોતે ગાય દોહી, બળદગાડું ચલાવ્યું અને ખેતરમાં હળ ચલાવીને ખેડૂતોનો ઉત્સાહ વધાર્યો હતો. કોડકી ગામના ખેડૂત જાદવાભાઇ શિયાણીના ફાર્મ પર રાજ્યપાલે જાતે ગાય દોહીને પોતાના જૂના દિવસોની યાદો તાજી કરી હતી. તેમણે જાતે હળ ચલાવી જમીન ખેડી હતી અને બળદગાડાની સવારી પણ કરી હતી. તેમણે ખેડૂત જાદવાભાઈ અને તેમના પુત્ર ખીમજીભાઈને ગાયોના સ્વાસ્થ્ય અને જીવાતથી રક્ષણ માટેના ખાસ નુસખાઓ પણ જણાવ્યા હતા. નારાણપર (પસાયતી) ગામે અરવિંદભાઈ સેંઘાણીના મોડેલ ફાર્મ પર 100થી વધુ ખેડૂતોને સંબોધતા જણાવ્યું કે, રાસાયણિક ખેતી અને જંતુનાશકોએ ધરતીની દશા બગાડી છે અને મનુષ્યોમાં ગંભીર બીમારીઓ વધારી છે. પ્રાકૃતિક ખેતી એ ધરતી અને સ્વાસ્થ્ય બંને માટે વરદાનરૂપ છે. તેમણે ખેડૂતોને ઓછામાં ઓછી એક એકર જમીનથી પ્રાકૃતિક ખેતી શરૂ કરવા સંકલ્પ લેવડાવ્યા હતા. રાજ્યપાલે માત્ર સલાહ ન આપી, પરંતુ ખેડૂતોને સ્થળ પર જ જીવામૃત અને ઘન જીવામૃત કેવી રીતે બનાવવું તેનું પ્રાયોગિક નિદર્શન આપ્યું હતું. તેમણે વૈજ્ઞાનિક સમજ આપતા કહ્યું હતું કે ધરતી એ છોડનું રસોડું છે અને તેમાં ખનીજો ઉપલબ્ધ જ છે. ગાયના ગોબરમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ બંજર જમીનને ફળદ્રુપ બનાવે છે. જીવામૃત અળસિયા અને સૂક્ષ્મ જીવાણુઓને સક્રિય કરી જમીનનો ઓર્ગેનિક કાર્બન વધારે છે. રાજ્યપાલે ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા કચ્છમાં ચલાવવામાં આવતા પ્રાકૃતિક ખેતી અભિયાનની પ્રશંસા કરી હતી. જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, એસપી વિકાસ સુંડા, પ્રાંત અધિકારી અનિલ જાદવ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જીમ કરતાં નિયમિત યોગા શરીરને રાખે છે સ્વસ્થ સામાન્ય સુવિધા વચ્ચે કોડકી પ્રાથમિક શાળાના ઓરડામાં રાત વિતાવ્યા બાદ વહેલી સવારે રાજ્યપાલે વિદ્યાર્થીઓ, યુવાનો અને ગ્રામજનો સાથે મળીને યોગાભ્યાસ કર્યો હતો. શાળાના પ્રાંગણમાં આયોજિત યોગ સત્રમાં રાજ્યપાલે સ્વયં વિવિધ આસનો અને પ્રાણાયામ કરીને ગ્રામજનોને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, દોડધામ ભરેલી જિંદગીમાં માનસિક શાંતિ અને શારીરિક સ્વાસ્થ્ય માટે યોગ શ્રેષ્ઠ માધ્યમ છે. યુવાનોમાં વધતા જીમના ક્રેઝ અંગે વાત કરતા કહ્યું કે, ભારેખમ જીમમાં જઈને કરાતી કસરતની સાપેક્ષે નિયમિત યોગાભ્યાસ સમગ્ર શરીરને વધુ સ્વસ્થ રાખે છે. યોગથી શરીરમાં લોહીનું ભ્રમણ વધે છે, જે અનેક બીમારીને દૂર રાખવામાં મદદરૂપ થાય છે. અનુલોમ-વિલોમ, ભ્રામરી, શીતલી અને ભસ્ત્રિકા પ્રાણાયામના અભ્યાસથી એકાગ્રતા અને બુદ્ધિની તીવ્રતા વધતી હોવાનું જણાવી બાળકોને દરરોજ યોગાભ્યાસ કરવા સંકલ્પબદ્ધ કર્યા હતા. યોગ સત્રના અંતે સૌએ સામૂહિક ગાયત્રી મંત્રના જાપ કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મુલાકાત:કચ્છમાં 22 નવા વન કવચ અને 43 લાખ રોપા વિતરણનો લક્ષ્યાંક
    Next Article
    ચકચાર:લુણા ટાપુ પરથી 7 ફૂટ લાંબુ ડ્રોનનું પાંખડું મળ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment