Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુલાકાત:કચ્છમાં 22 નવા વન કવચ અને 43 લાખ રોપા વિતરણનો લક્ષ્યાંક

    20 hours ago

    રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ભુજ તાલુકાના કોડકી ગામની મુલાકાત લઈ પર્યાવરણ જાળવણીનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. નરનારાયણ દેવની પવિત્ર જગ્યાની મુલાકાત દરમિયાન રાજ્યપાલે ભારત સરકારના લાઈફ મિશન અંતર્ગત એક પેડ મા કે નામ અભિયાન 3.0 હેઠળ બોરસલીના વૃક્ષનું વાવેતર કર્યું હતું. આ પ્રસંગે તેમણે ગ્રામજનોને અપીલ કરતા જણાવ્યું કે, પ્રત્યેક વ્યક્તિએ પોતાની માતાના માનમાં એક વૃક્ષ વાવવું જોઈએ અને માત્ર વાવેતર કરીને અટકી જવાના બદલે તે વૃક્ષનું પૂર્ણ ઉછેર થાય ત્યાં સુધી તેની જતનપૂર્વક સંભાળ લેવી જોઈએ.આ મુલાકાતથી સ્થાનિકોમાં પર્યાવરણ પ્રત્યે નવી ચેતનાનો સંચાર થયો હતો. વન વિભાગ દ્વારા આ વર્ષ માટે જાહેર કરવામાં આવેલા લક્ષ્યાંકો મહત્વાકાંક્ષી છે. સમગ્ર ગુજરાતમાં વર્ષ 2026-27 દરમિયાન અભિયાન હેઠળ કુલ 8 કરોડ રોપા વાવવાનો નિર્ધાર કરાયો છે. ખાસ કરીને કચ્છ જિલ્લાની વાત કરીએ તો, સામાજિક વનિકરણ વિભાગના નાયબ વન સંરક્ષક જે.આર. પટેલના જણાવ્યા અનુસાર, કચ્છ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ચાલુ વર્ષમાં 22 નવા વન કવચ ઊભા કરવાનું આયોજન છે. આ ઉપરાંત, આગામી વન મહોત્સવ દરમિયાન જિલ્લામાં 43.20 લાખ રોપાઓનું વિતરણ કરવામાં આવશે, જેથી રણ પ્રદેશમાં હરિયાળીનું પ્રમાણ વધારી શકાય. આ પ્રસંગે આર.એફ.ઓ હંસાબેન આલ સહિત વનવિભાગનો સ્ટાફ હાજર રહ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મનસુખ વસાવાએ ફરી બળાપો ઠાલવ્યો:નર્મદા જિલ્લા ભાજપનો પ્રમુખ રાક્ષસી વૃતિવાળો અને પ્રભારી પણ કઠપૂતળી
    Next Article
    રાજ્યપાલનો અનોખો અંદાજ:ગાય દોહી અને બળદગાડું ચલાવી પ્રાકૃતિક ખેતીનો મંત્ર આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment