Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનસુખ વસાવાએ ફરી બળાપો ઠાલવ્યો:નર્મદા જિલ્લા ભાજપનો પ્રમુખ રાક્ષસી વૃતિવાળો અને પ્રભારી પણ કઠપૂતળી

    20 hours ago

    નર્મદા જિલ્લા પંચાયત અને ચાર તાલુકા પંચાયતોમાં આમ આદમી પાર્ટી સામે હાર થયા બાદ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ તેમની જ પાર્ટીના નેતાઓ સામે બળાપો ઠાલવ્યો છે. તાજેતરમાં રાજપીપળા એપીએમસી ખાતે મળેલી બેઠકનો એક વિડિયો વાયરલ થયો છે જેમાં સાંસદ ભાજપના જિલ્લા પ્રમુખ નીલ રાવને રાક્ષસી વૃતિ વાળા અને સંગઠન પ્રભારી અર્જુન ચૌધરીને કથપુતળી કહેતાં સાંભળવા મળી રહયાં છે. મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે પ્રભારી અર્જુન ચૌધરી કઠપૂતળી છે તેઓ માત્ર એસી ઓફિસમાં બેસી રહે છે અને સંગઠનનું કોઈ કામ કરતા નથી.જો કામ ન થઈ શકતું હોય તો પદ છોડી દે.નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નિલ રાવ કોઈ પણ સીટ પર જીતાડવા માટે નીકળ્યા નથી સવારે 9 વાગે ઉઠી સીધા એસ.સી કાર્યાલયમાં જતા રહેવાનું અને ફોન પણ બધું બ્રિફિંગ કર્યા કરવાનું તેઓ રાક્ષસી વૃતિવાળા છે. મેં કીધું હતું તે સીટ પર કોઈ ઉમેદવાર નહિ મુક્યો અને પોતાની મનમાની ચલાવી કહ્યું તાલુકાના સંગઠને કહ્યું તે ઉમેદવાર મુક્યો છે. આપણે આ લોકોના ભરોસે નથી રહેવાનું અને 2027 માટે મહેનત કરવાની છે. તમે કામ કરવા સક્ષમ ના હોય તો પદ છોડી દો જુના લોકો કામ કરવા સક્ષમ છે. નર્મદા જિલ્લા ભાજપ પ્રભારી અર્જુન ચૌધરીએ જણાવ્યું હતું કે મને ચૂંટણીના માત્ર પાંચ દિવસ પહેલા જ જવાબદારી સોંપાઈ હતી. જિલ્લામાં મળેલી હાર બાદ યોજાયેલી મનોમંથન બેઠકમાં મને બોલાવવામાં જ આવ્યો ન્હોતો.જો અમને બોલાવ્યા હોત તો અમે ચોક્કસ પક્ષના હિતમાં ચર્ચા કરી શક્યા હોત.
    Click here to Read More
    Previous Article
    બેદરકાર તંત્ર:કપરાડામાં સમરસ તરીકે ઓળખાતા ઘોટણમાં વિકાસ માત્ર કાગળ પર જ
    Next Article
    મુલાકાત:કચ્છમાં 22 નવા વન કવચ અને 43 લાખ રોપા વિતરણનો લક્ષ્યાંક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment