Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેદરકાર તંત્ર:કપરાડામાં સમરસ તરીકે ઓળખાતા ઘોટણમાં વિકાસ માત્ર કાગળ પર જ

    19 hours ago

    કપરાડા તાલુકાના ઘોટણ ગામમાં આઝાદીના દાયકાઓ બાદ પણ વિકાસના પાયા કામો અધૂરા જ રહ્યા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. આશરે 3200 વસ્તી અને 1322 મતદારો ધરાવતા આ ગામમાં આજે પણ માર્ગ, આરોગ્ય અને પાણી જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ જોવા મળે છે. જેના કારણે ગ્રામજનોમાં ભારે અસંતોષ ફેલાયો છે. કપરાડા તાલુકામાં સમરસ ગ્રામ પંચાયત તરીકે ઘોટણ ગામે એક સમયે નામના મેળવી હતી. પરંતુ આજ પરિસ્થિતિએ તે નામના માત્ર કાગળ પૂરતી જ સીમિત રહી ગઈ હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામમાં વિકાસના નામે શૂન્ય સ્થિતિ જોવા મળી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ વર્ષો સુધી ગ્રામ પંચાયત બિનહરીફ (સમરસ) રીતે રચાતી રહી હતી. પરંતુ સમરસ હોવા છતાં વિકાસના કોઈ પણ નોંધપાત્ર કામો હાથ ધરાયા નહોતા. “સમરસ” પંચાયત માત્ર કાગળ પર જ સીમિત રહી હોવાના આક્ષેપો વચ્ચે લોકો આ સ્થિતિથી કંટાળી જતા વર્ષ 2021માં પ્રથમ વખત ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. ગામમાં હાલ પણ અનેક મહત્વપૂર્ણ વિકાસ કાર્યો બાકી છે. ખાંડી ફળિયાથી સ્મશાન ભૂમિ સુધીનો અંદાજે 1.5 કિમી રસ્તો, નિશાળ ફળિયાથી કુમધા ફળિયા તરફનો 3.200 મીટર માર્ગ અને ઘોટણથી જવરી ધોધ-દિક્ષલ ગામને જોડતો અંદાજે 3.5 કિમી માર્ગ હજુ સુધી કાચા હાલતમાં છે. કુમધા ફળિયામાં પક્કી સ્મશાન ભૂમિનો અભાવ હોવાને કારણે ગ્રામજનોને અંતિમવિધિ સમયે પણ મુશ્કેલીઓ વેઠવી પડે છે. ઉપરાંત ગામમાં આરોગ્ય સુવિધાનો સંપૂર્ણ અભાવ ચિંતાજનક બની રહ્યો છે. કેકડચોઢી ઝરણા પર ચેકડેમ બનાવવા માટે અગાઉ રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી મંજુરી મળેલ નથી, જેના કારણે પાણીની સમસ્યા યથાવત્ છે. ગામના વિકાસ માટે પગલા જરૂરી ગામના સર્વાંગી વિકાસ માટે તાત્કાલિક પગલાં લેવાં જરૂરી છે. ગ્રામજનો દ્વારા પણ તંત્ર સમક્ષ વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવાની જોરદાર માંગ ઉઠી રહી છે. ઘોટણ ગામની હાલની પરિસ્થિતિ વિકાસના દાવાઓ સામે પ્રશ્નચિહ્ન ઊભું કરે છે. હવે તંત્ર આ મુદ્દે કેટલી ઝડપથી અને અસરકારક રીતે પગલાં લે છે તે જોવાનું રહ્યું. > નામદેવભાઈ લોખંડે, સરપંચ
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર વિશેષ:જિલ્લામાં ધો.12 પછી સ્કિલ બેઝ્ડ કોર્સિસ વિદ્યાર્થીઓની કારકિર્દી માટે પસંદ કરો
    Next Article
    મનસુખ વસાવાએ ફરી બળાપો ઠાલવ્યો:નર્મદા જિલ્લા ભાજપનો પ્રમુખ રાક્ષસી વૃતિવાળો અને પ્રભારી પણ કઠપૂતળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment