Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિકોમાં રોષ:વલસાડમાં નાળા પર સ્લેબ બાંધવાના કામથી વિવાદ

    17 hours ago

    અમીના બીબીના પુત્ર હસીન શેખનો રિપોર્ટ વલસાડમાં દક્ષિણ મધ્ય વિસ્તાર અને છીપવાડમાંથી પસાર થતી વરસાદી પાણીનું વહન કરતી કાંસ ઉપર જોગીયાની નાળ ઉપર ગટર સ્લેબ બાંધવાના કામ સામે વિવાદ સર્જાતાં પાલિકા સામે માથાનો દુ:ખાવો ઉભો થયો છે. વલસાડ પાલિકાનું માનવું છે કે વરસાદી પાણીનો ઝડપી નિકાલ થશે અને સ્થાનિક રહીશો સભ્યોમાં ભૌગોલિક અને નિયમોને લઈ નારાજગીના કારણે સભ્યો, શાસકો વચ્ચે મોટી મંડાગાઠ સર્જાઈ છે. છીપવાડ વાવડીથી આગળ વધતી આ કાંસને સ્લેબથી કવર કરવાનું કામ મામલે સ્થાનિક વાંધા સાથે પાલિકા સામે સવાલ ઉભો થયો છે. શહેરના મધ્ય વિસ્તારના વરસાદી પાણીના નિકાલ માટેની કાંસ અગત્ય ધરાવે છે. ગટર સ્લેબના કામની ચર્ચામાં સ્થાનિક સભ્યોએ વાંધો રજૂ કર્યો અને આ કામથી વિવાદ સર્જાતાં શાસક પક્ષમાં જ મતમતાંતર ઉભા થયા છે. જો કે સ્થાનિકો આ કાંસને સ્લેબ મારફતે બંધ કરવાના પક્ષમાં નથી. પાલિકાના આ કામ સામે વાંધો ઉઠ્યો છે, ત્યારે વોર્ડ નં.2ના જોગીયા નાળ એરિયા અને છીપવાડ વિસ્તારમાં ચર્ચા ઉઠી છે. જો કે સ્થાનિક સભ્યો વોર્ડ નં.2 માં આવતો આ રેલગ્રસ્ત છે. મૂળ વિવાદ સંકલનનો અભાવ અને એજન્ડાના કામ નં.14નો મુદ્દો ગરમાયો નગરપાલિકાએ કારોબારી સભામાં વોર્ડ નં.2 જોગીયા નાળ પર ગટર બાંધકામ માટે સામાન્ય સભાની મંજૂરીની અપેક્ષાએ કામ મંજૂર કર્યું હતું. આ કામને છેલ્લી સામાન્ય સભાના એજન્ડામાં કામ નં.14માં વોર્ડ નં.2 તરિયાવાડ ખાતે આવેલ જોગીયાની નાળ પર વરસાદી પાણીની ગટર બનાવવાનું અયોજન કરવા બાબતના કામનો સમાવેશ કરાયો હતો. વરસાદી પાણીનો ઝડપી નિકાલ થશે: પાલિકા પાલિકા સત્તાધારી પક્ષ એવું અનુમાન કરી રહ્યું છે કે, છીપવાડથી આગળ નિકળતી આ ચોમાસાના પાણીનો નિકાલ કરતી ગટર ખુલ્લી છે. જેના માટે તરિયાવાડ જોગીયાની નાળ ઉપર સ્લેબ ગટર બનાવવાનું કામ લીધું છે તેનાથી વોર્ડ નં.1 અને 5 વિસ્તારમાં ચોમાસામાં થતાં પાણીનો ભરાવાનો ઝડપી નિકાલ થવામાં મદદરૂપ થશે. પાલિકા અને શાસકપક્ષ આ મુદ્દે સામ-સામે આવી ગયા છે. વરસાદ ગટરના કામમાં સ્લેબથી જળબંબાકાર વોર્ડ નં.1માં આવેલી વરસાદની પાણી ગટરના સ્લેબના બાંધકામ કરવામાં આવે તો ભારે વરસાદી પાણીનો ઓવર ફલો થશે. સ્થાનિક જળબંબાકાર સર્જાવાની ભીતિ છે. આ ખુલ્લી ગટરને બંધ કરાશે. આઝાદ ચોક સુધીના વિસ્તારનું વરસાદી પાણી જે આ ગટરમાં આવે છે તે સ્લેબના કારણે અવરોધાશે અને તેના કારણે ઓવર ફલો થઇ બહારના વિસ્તારોમાં ફેલાશે.
    Click here to Read More
    Previous Article
    શિક્ષણ:ધો.12 પછી નેચરોપેથી, યોગ ક્ષેત્રે રોજગારીની તક; બિદડાના પ્રભાવ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા નેચરોપેથી અને યોગ કોર્સ જાહેર
    Next Article
    સમસ્યા:વાપી ઓવરબ્રિજની મુદત લંબાતા ગ્રાહકો ઘટ્યા, 200થી વધુ વેપારીને માથે દેવુ વધ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment