Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમસ્યા:વાપી ઓવરબ્રિજની મુદત લંબાતા ગ્રાહકો ઘટ્યા, 200થી વધુ વેપારીને માથે દેવુ વધ્યું

    18 hours ago

    ભોલિયાદેવીના પુત્ર અક્ષય ગુપ્તાનો રિપોર્ટ વાપી ઓવરબ્રિજને તોડવાની કામગીરી 22 ડિસેમ્બર 2022ના રોજ શરૂ કરાઇ હતી. જે બાદ જૂન 2023થી બ્રિજને બનાવવાની કામગીરી શરૂ કરાઇ હતી. આ ચાર વર્ષમાં કોન્ટ્રાક્ટરે બ્રિજના માત્ર 16 પિલર તૈયાર કર્યા છે. વાપી જૂના ફાટક અને ટાઉન તરફ ઝંડા ચોકના 200થી વધુ વેપારીઓ પર તેની સીધી અસર પડી છે. વેપારીઓના જણાવ્યા મુજબ બ્રિજની કામગીરીને લઇ ઠેરઠેર ખાડો ખોદી દેતા અને રસ્તો બંધ કરી દેતા હવે ગ્રાહકો તેમની દુકાન સુધી પહોંચી શકતા નથી. જેને લઇ વેપાર પર અસર અને ઘર ચલાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ચલાથી કોપરલી નાકા સુધીમાં બ્રિજના 16 પીલર તૈયાર થયા તેની સામે બાજુમાં 13-13 માળની બે બિલ્ડીંગ તૈયાર થઇ ગયા છે. લોનનું માત્ર વ્યાજ ભરૂં છું બ્રિજ તૂટતા જરૂરિયાત ઉભી થવાથી બેંકમાંથી રૂ. 3.10 લાખની લોન લીધી હતી. પરંતુ ગ્રાહકો દુકાને ન આવતા હાલ વ્યાજ પેટે દર મહિને માત્ર 2230 રૂપિયા ભરી રહ્યો છું. અગાઉ દર મહિને 30થી 40 હજાર કમાતો અને હવે આવક મહિને 2થી 4 હજાર થઇ છે.> ઉમાશંકર, કરિયાણાનો વેપારી, ઝંડાચોક લોનના ચેક બાઉન્સ થયા બ્રિજ તૂટવા પહેલા સારો ધંધો ચાલતો હતો. તેથી ઘર ખરીદવા 30 લાખની લોન લીધી હતી. ત્યારે દર મહિને 60થી 70 હજાર કમાઈ લેતો હતો. હવે માત્ર ખર્ચો પાણી છૂટી જાય છે. મહિને 40 હજારનો હપ્તો હોય ચેક બાઉન્સ થઇ રહ્યા છે. > સુરેશભાઇ, કાપડના વેપારી ઝેર આપીને મારી નાખો સ્થાનિક વેપારીઓ લોનનો હપ્તો ભરી શકે તેમ નથી. બ્રિજની કામગીરી પૂરજોશમાં શરૂ તો કરાઇ પરંતુ હવે કામો માત્ર કાગળ પર છે. જો આ જ રીતે સરકારે કામ કરવું હોય તો અમને બર્બાદ કરવા કરતા ઝેર આપીને મારી નાખો તે સારું. > સંજય ભાવસાર, વેપારી
    Click here to Read More
    Previous Article
    સ્થાનિકોમાં રોષ:વલસાડમાં નાળા પર સ્લેબ બાંધવાના કામથી વિવાદ
    Next Article
    ગૌરવ:ધરમપુરના દેવએ IIM અમદાવાદમાં પ્રવેશ મેળવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment