Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગૌરવ:ધરમપુરના દેવએ IIM અમદાવાદમાં પ્રવેશ મેળવ્યો

    18 hours ago

    ધરમપુરમાં કૃષિ ઉત્પાદનોની દુકાન મનોજ ચૌહાણના નાના દીકરા દેવ ચૌહાણએ નવસારી એગ્રીકલ્ચર કોલેજમાંથી B. Sc Agriculture પૂર્ણ કર્યા બાદ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ, અમદાવાદ (IIM Ahmedabad)ના પીજીપી - ફૂડ એન્ડ એગ્રી બીઝનેસ મેનેજમેન્ટ (PGP- FABM) MBAમાં પ્રવેશ મેળવ્યો છે. ધરમપુર જેવા નાના ગ્રામ્ય વિસ્તારમાંથી માત્ર ઓનલાઇન કોચિંગ દ્વારા તૈયારી કરીને દેશની સર્વોચ્ચ સંસ્થામાં સ્થાન મેળવવું અત્યંત ગૌરવની બાબત ગણાય છે. આઈઆઈએમ અમદાવાદમાં પ્રવેશ મેળવવો સરળ નથી. તે માટે દેશભરના લાખો વિદ્યાર્થીઓ વચ્ચે યોજાતી અત્યંત કઠિન સામાન્ય પ્રવેશ પરીક્ષા (CAT - Common Admission Test) પાસ કરવી પડે છે. આ પરીક્ષામાં સફળતા મેળવનારાઓ જ દેશની ટોચની સંસ્થાઓ સુધી પહોંચી શકે છે. અને દેવ ચૌહાણએ આ પડકાર સફળતાપૂર્વક પાર કર્યો છે. દેવ ચૌહાણ માત્ર અભ્યાસમાં જ નહીં પરંતુ NCC પ્રવૃત્તિઓમાં પણ સક્રિય રહ્યા છે. તેમણે NCCનું પ્રતિષ્ઠિત ‘C’ Certificate પ્રાપ્ત કર્યું છે, જે NCCમાં ઉચ્ચ સ્તરનું પ્રમાણપત્ર માનવામાં આવે છે. આ પ્રમાણપત્ર મેળવવા માટે કડક તાલીમ, શિસ્ત, કેમ્પોમાં ભાગ તથા પરીક્ષા પાસ કરવી પડે છે.
    Click here to Read More
    Previous Article
    સમસ્યા:વાપી ઓવરબ્રિજની મુદત લંબાતા ગ્રાહકો ઘટ્યા, 200થી વધુ વેપારીને માથે દેવુ વધ્યું
    Next Article
    ભાસ્કર વિશેષ:જિલ્લામાં ધો.12 પછી સ્કિલ બેઝ્ડ કોર્સિસ વિદ્યાર્થીઓની કારકિર્દી માટે પસંદ કરો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment