Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુલાકાત:સાંસદ ડો.હેમાંગ જોષીનું રાષ્ટ્રપતિને નવરાત્રીમાં વડોદરા આવવા નિમંત્રણ

    10 hours ago

    ​વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષીએ તાજેતરમાં દિલ્હી ખાતે પરિવાર સાથે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ સૌજન્ય મુલાકાત દરમિયાન સાંસદે રાષ્ટ્રપતિને વડોદરાની વિશ્વપ્રસિદ્ધ નવરાત્રીના ગરબા નિહાળવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવ્યું હતું. રાષ્ટ્રપતિએ આ નિમંત્રણનો સકારાત્મક પ્રતિસાદ આપતા જણાવ્યું હતું કે, જો તે સમયે તેમનો ગુજરાત પ્રવાસ યોજાશે તો તેઓ ચોક્કસપણે વડોદરાની મુલાકાત લેશે.​આ ઉપરાંત, ડો. હેમાંગ જોષી શિક્ષણ, મહિલા અને બાળ વિકાસ તેમજ યુવા અને રમતગમત મંત્રાલયની સંસદીય સમિતિના સભ્ય હોવાના કારણે, રાષ્ટ્રપતિએ તેમની સાથે કોમનવેલ્થ અને ઓલિમ્પિક રમતોના આયોજન તથા તૈયારીઓ અંગે વિશેષ રીતે ચર્ચા-વિચારણા કરીને પૃચ્છા કરી હતી. સંસદ સભ્ય તરીકે જવાબદારી સંભાળ્યા બાદ રાષ્ટ્રપતિ સાથેની આ મુલાકાત વડોદરાના વિકાસ અને સાંસ્કૃતિક વારસાને રાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    તંત્ર સજ્જ‎:વડાપ્રધાન મોદીના વડોદરા પ્રવાસ માટે શહેરમાં 1600થી વધુ જવાનો તૈનાત
    Next Article
    જાનહાનિ ટળી:હરણી-સમા લિંક રોડ પર ચેતક બ્રિજ પાસે ગોડાઉનમાં આગ, દૂર સુધી ધુમાડા દેખાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment