Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાનહાનિ ટળી:હરણી-સમા લિંક રોડ પર ચેતક બ્રિજ પાસે ગોડાઉનમાં આગ, દૂર સુધી ધુમાડા દેખાયા

    10 hours ago

    શહેરના સમા-સાવલી રોડ પરના ચેતક બ્રિજ પાસે ભંગારના એક ખુલ્લા ગોડાઉનમાં આગ લાગી હતી. આ આગમાં પ્લાસ્ટિકના ખાલી ડબ્બાઓ સહિતનો સામાન બળી ગયો હતો. આ આગ કયાકારણોસર લાગી તે જાણી શકાયું નથી. પણ બપોરે અગિયાર વાગ્યાના સુમારે આ આગ લાગી હતી. આગના પગલે આ વિસ્તારમાં ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યાં હતા. આગના બીજા એક બનાવમાં વાઘોડિયા ચોકડી પાસેના વિરાટ એસ્ટેટમાં એક સ્ક્રેપના ગોડાઉનમાં કોઇક કારણસર અચાનક આગ લાગી હતી. ઇઆરસી ફાયરસ્ટેશનની ટીમે જઇને આગ બુઝાવી હતી. આ ઉપરાંત માંજલપુરાના લા મેજિસ્ટિક કોમ્પ્લેકસની એક હોટેલમાં શોર્ટ સર્કિટને લીધે આગ લાગતા એક વીજમીટર બળી ગયું હતું. આ હોટેલના ઉપર એક હોસ્પિટલ હોવાથી હોસ્પિટલનો સ્ટાફ ચિંતામાં મૂકાયો હતો. જોકે હોટેલના સ્ટાફે ફાયર એક્સ્ટિંગ્વિશર્સની મદદથી આગ બુઝાવી દેતા ફાયરબ્રિગેડ ટીમે પણ હાશકારો અનુભવ્યો હતો. આ ઉપરાંત સોમાતલાવ વિસ્તારમાં આવેલી બરોડા પબ્લિક સ્કૂલના એક એસીના આઉટડોર યુનિટમાં સવારે સવા આઠ વાગ્યાના સુમારે આગ લાગી હતી. જોકે આ આગને સ્ટાફે જ ફાયરએક્સ્ટિંગ્વિશર્સની મદદથી બુઝાવી દીધી હતી. હાઇ પાવર ઉપકરણોના વધુ લોડથી વાયરો ગરમ થતાં આગ લાગે છે 1. ઉનાળામાં એસી અને હાઈ-પાવર કુલરો સતત ચાલતા હોવાથી વાયરિંગ પર ક્ષમતા કરતા વધુ લોડ આવે છે. સતત ઓવરલોડને કારણે વાયરો ગરમ થઈ જાય છે અને તેનું ઇન્સ્યુલેશન પીગળી જતાં શોર્ટ સર્કિટ થાય છે. ૨. ACના આઉટડોર યુનિટ બહારની ગરમી અને અંદરની મશીનરીની ગરમીનો સામનો કરે છે. જો તેની સર્વિસ ન કરાવો તો મોટર જામ થવાથી કે કેપેસિટર ફાટવાથી આગ લાગે છે. કન્ડેન્સર કોઈલમાં ધૂળ ભરાતાં ગરમી બહાર ફેંકાતી નથી, જે બ્લાસ્ટ કરી શકે છે. 3.ભંગારના ગોડાઉનમાં પ્લાસ્ટિક, કાગળ અને કેમિકલના ડબ્બા હોય છે. લૂ અને ગરમીથી પદાર્થોનું તાપમાન ‘ફ્લેશ પોઈન્ટ’સુધી પહોંચી જાય છે, જે આગને વધુ ઝડપથી ફેલાવે છે. 4. જૂનું વાયરિંગ આધુનિક ઉપકરણોનો લોડ ખમી શકતું નથી. સસ્તા કે ડુપ્લિકેટ વીજ ઉપકરણો ઉનાળાની ગરમીમાં જલ્દી શોર્ટ થઈ જાય છે.
    Click here to Read More
    Previous Article
    મુલાકાત:સાંસદ ડો.હેમાંગ જોષીનું રાષ્ટ્રપતિને નવરાત્રીમાં વડોદરા આવવા નિમંત્રણ
    Next Article
    58 અશ્લીલ વીડિયો, અનેક મહિલાઓ સાથે સંબંધ બાંધ્યા:કેપ્ટન બાબાએ કહ્યું- બધું દૈવી શક્તિએ કરાવ્યું, 56 લોકોના 100 બેંક એકાઉન્ટ; બધામાં નોમિની ખરાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment