Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દુર્ઘટના:ગ્રીડ ઓવરબ્રિજ સર્વિસ રોડ પર પાર્ક સીએનજી ઇકો કારમાં આગ

    16 hours ago

    નવસારી શહેરના વ્યસ્ત ગણાતા નેશનલ હાઈવે 48 પર શનિવારના રોજ બપોરના સમયે એક આકસ્મિક આગની ઘટના બની હતી. હાઈવેના ગ્રીડ ઓવરબ્રિજ પાસે આવેલા સર્વિસ રોડ પર પાર્ક કરેલી સીએનજી ઈકો કારમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આમિર ભાઈ નામના વ્યક્તિની માલિકીની પબ્લિક ટ્રાન્સપોર્ટ તરીકે વપરાતી સીએનજી ઈકો કાર સર્વિસ રોડ પર ઉભી હતી. બપોરે અંદાજે 4:23 વાગ્યાના અરસામાં કારમાં અચાનક ધુમાડા નીકળ્યા બાદ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકોમાં આ દ્રશ્ય જોઈને ફાળ પડી હતી. ઘટનાની જાણ થતા જ નવસારી ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગ એટલી ભીષણ હતી કે ફાયર ટીમ પહોંચે તે પહેલા જ કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે, જે સમયે આગ લાગી ત્યારે કારમાં કોઈ સવાર નહતું. ઉપરાંત, જે જગ્યાએ આ કાર પાર્ક હતી તેની આસપાસ અન્ય વાહનો પણ ઉભા હતા પરંતુ ફાયર બ્રિગેડની સતર્કતાને કારણે અન્ય કારને નુકસાન થતા બચાવી લેવાઈ હતી. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
    Click here to Read More
    Previous Article
    વાહનચાલકોને ભારે મુશ્કેલી:ગ્રીડ-કબીલપોર રોડ પર ગરમીમાં ડામર પીગળ્યો, નવનિર્મિત રસ્તાની કામગીરી પર ઉઠ્યા સવાલ
    Next Article
    શિક્ષણ:ધો.12 પછી નેચરોપેથી, યોગ ક્ષેત્રે રોજગારીની તક; બિદડાના પ્રભાવ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા નેચરોપેથી અને યોગ કોર્સ જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment