Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાહનચાલકોને ભારે મુશ્કેલી:ગ્રીડ-કબીલપોર રોડ પર ગરમીમાં ડામર પીગળ્યો, નવનિર્મિત રસ્તાની કામગીરી પર ઉઠ્યા સવાલ

    16 hours ago

    નવસારીના ગ્રીડથી કબીલપોર વિસ્તારને જોડતા મુખ્ય માર્ગ પર ડામર પીગળી જવાની ઘટના સામે આવતા સ્થાનિકો અને વાહન ચાલકોએ હાલાકી ભોગવવી પડી રહી છે. કાળઝાળ ગરમીની શરૂઆત થતા જ નવનિર્મિત રસ્તા પરનો ડામર ઉખડવાને બદલે પીગળીને ચીકણો થઈ જતાં દ્વિચક્રી વાહનો સ્લિપ થવાની ઘટનાઓ પણ બની રહી છે. આ રસ્તો તાજેતરમાં જ બનાવવામાં આવ્યો છે. રસ્તા પરથી પસાર થતી વખતે વાહનોના ટાયર ડામરમાં ચોંટી રહ્યા છે, જેના કારણે ટ્રાફિક જામ અને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. લોકો આક્રોશ સાથે જણાવી રહ્યા છે કે રસ્તાના નિર્માણમાં વાપરવામાં આવેલી સામગ્રી અને ડામરની ગુણવત્તા અત્યંત નિમ્ન કક્ષાની છે. ​ભ્રષ્ટાચારની ગંધ અનુભવતા નાગરિકોએ માંગ કરી છે કે તંત્ર દ્વારા આ રસ્તાની ગુણવત્તાની તટસ્થ તપાસ કરવામાં આવે. જો યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં આ માર્ગ પર મુસાફરી કરવી જોખમી બની શકે છે. ચૂંટણીના એક દિવસ પહેલા જ મનપાએ બનાવ્યો હતો નવસારી મનપાના વોર્ડ-5માં કબીલપોર મુખ્ય માર્ગ પર આવેલી દુકાનમાં ધૂળને કારણે દુકાનદારોએ ફરિયાદ કરી અને ચૂંટણીમાં આ મુદો છવાયો હતો. જેને લઇ મનપા દ્વારા ચૂંટણીના ગણતરીના કલાકો પહેલા જ ગ્રીડથી કબીલપોરનો મુખ્ય માર્ગ ઉતાવળે તૈયાર કરી દેવામાં આવ્યો હતો પરંતુ, આ ઉતાવળ હવે જનતા માટે આફત બની છે. પ્રથમ ગરમીમાં જ ડામર પીગળવા લાગતા રસ્તાની ટકાઉ ક્ષમતા પર પ્રશ્નાર્થ ચિન્હો ઉભા થયા છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત યુનિવર્સિટીના ઓનલાઈન કોર્સનો ક્રેઝ વધ્યો:દેશ-વિદેશના 3101 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન, 6 કોર્સમાં 341ને પ્રવેશ અપાયો; અભ્યાસ-પરીક્ષા ઓનલાઈન જ લેવાશે
    Next Article
    દુર્ઘટના:ગ્રીડ ઓવરબ્રિજ સર્વિસ રોડ પર પાર્ક સીએનજી ઇકો કારમાં આગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment