Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત યુનિવર્સિટીના ઓનલાઈન કોર્સનો ક્રેઝ વધ્યો:દેશ-વિદેશના 3101 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન, 6 કોર્સમાં 341ને પ્રવેશ અપાયો; અભ્યાસ-પરીક્ષા ઓનલાઈન જ લેવાશે

    15 hours ago

    ગુજરાત યુનિવર્સિટીના સેન્ટર ઓફ ડિસ્ટન્સ એન્ડ ઓનલાઈન એજ્યુકેશન વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ફેબ્રુઆરીમાં શરૂ થયેલી ઓનલાઈન અભ્યાસક્રમ માટેની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનના વિવિધ ઓનલાઇન કોર્સમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીના 6 જેટલા કોર્સમાં કુલ 3101 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી કુલ 341 વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યા છે. જેમાં ભારતીય વિદ્યાર્થીઓ સાથે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. ઓગસ્ટ 2025માં 154 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન કોર્સમાં વર્ષમાં બે વખત પ્રવેશ પ્રક્રિયાનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેથી અગાઉ ઓગસ્ટ મહિનામાં જ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં કુલ 450 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. તેમાંમાંથી 252 વિદ્યાર્થીઓએ ફાઇનલ સબમિશન કર્યું હતું. ત્યારબાદ યુનિવર્સિટી દ્વારા 180 વિદ્યાર્થીઓને માન્યતા આપવામાં આવી હતી. જે બાદ અંતે કુલ 154 વિદ્યાર્થીઓએ અલગ કોર્સમાં એડમિશન લીધું હતું. ફેબ્રુઆરીમાં 343 વિદ્યાર્થીઓના એડમિશન થયા બીજી વખત ફેબ્રુઆરી મહિનામાં વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જો કે ઓગસ્ટ કરતા ફેબ્રુઆરીમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. કુલ 3101 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. તેમાં 2993 ભારતીય તથા 108 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો. જે વિદ્યાર્થીઓમાંથી 447 વિદ્યાર્થીઓએ ફાઇનલ સબમિશન કર્યું હતું. ત્યારબાદ 440 વિદ્યાર્થીઓને યુનિવર્સિટી દ્વારા માન્યતા આપવામાં આવી હતી અને અંતે 341 ભારતીય તથા 2 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સહિત કુલ 343 વિદ્યાર્થીઓના એડમિશન થયા છે. જેથી હવે ઓનલાઈન કોર્સમાં એડમિશન લીધેલા વિદ્યાર્થીઓને ગુજરાત યુનિવર્સિટીની અને ગેસ્ટ ફેકલ્ટી દ્વારા ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવશે. તેમજ તમામ કોર્સમાં વિદ્યાર્થીઓની પરીક્ષા પણ ઓનલાઈન જ થવાની છે. ઓનલાઈન કોર્સમાં કેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ
    Click here to Read More
    Previous Article
    સુવેન્દુ અધિકારીને જીતાડવામાં આ ગુજરાતીનો હાથ:અશોક ચૌધરીએ કહ્યું- 'અમે બંગાળમાં જીવના જોખમે પ્રચાર કર્યો, દરરોજ સાંજે અમને ગુજરાતી પરિવારોએ પ્રેમથી જમાડ્યા'
    Next Article
    વાહનચાલકોને ભારે મુશ્કેલી:ગ્રીડ-કબીલપોર રોડ પર ગરમીમાં ડામર પીગળ્યો, નવનિર્મિત રસ્તાની કામગીરી પર ઉઠ્યા સવાલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment