Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુવેન્દુ અધિકારીને જીતાડવામાં આ ગુજરાતીનો હાથ:અશોક ચૌધરીએ કહ્યું- 'અમે બંગાળમાં જીવના જોખમે પ્રચાર કર્યો, દરરોજ સાંજે અમને ગુજરાતી પરિવારોએ પ્રેમથી જમાડ્યા'

    14 hours ago

    પશ્ચિમ બંગાળમાં પ્રથમવાર ભાજપની સરકાર બની રહી છે. મમતા બેનરજીને ભવાનીપુર બેઠક પર હરાવનાર સુવેન્દુ અધિકારી મુખ્યમંત્રી બન્યા છે.સુવેન્દુ અધિકારીએ પોતાની જીત બાદ ગુજરાતના અશોક ચૌધરી અને તેની ટીમનો ખાસ આભાર માન્યો હતો. ત્યારે ભાસ્કરે તપાસ કરતા આ અશોક ચૌધરી અન્ય કોઈ નહીં પણ અમૂલ ફેડરેશન અને દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી છે. સુવેન્દુ અધિકારીના આભાર બાદ દિવ્ય ભાસ્કરે અશોક ચૌધરી સાથે વાતચીત કરી હતી અને પશ્ચિમ બંગાળ ચૂંટણી દરમિયાન અને ખાસ કરીને સુવેન્દુ અધિકારી અને મમતા બેનરજી જે બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા હતા તે ભવાનીપુર બેઠક પર પ્રચારનો અનુભવ કેવો રહ્યો તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. સુવેન્દુ અધિકારીની બેઠકની જવાબદારી અશોક ચૌધરી અને તેમની ટીમ પર હતી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને ભવાનીપુર બેઠક પર હરાવનાર સુવેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બન્યા છે.પશ્ચિમ બંગાળમાં પોતા્ની અને ભાજપની ઐતિહાસિક જીત બાદ સુવેન્દુ અધિકારીએ ગુજરાતના અશોક ચૌધરીનો આભાર માન્યો હતો. અમૂલ ફેડરેશનના ચેરમેન અશોક ચૌધરીએ પશ્ચિમ બંગાળ ચૂંટણી પ્રચારના સંસ્મરણો વાગોળતા કહ્યું કે, ભાજપ હાઈકમાન્ડની સૂચનાથી ગુજરાતના 70 કાર્યકર્તાઓની ટીમે ભવાનીપુર બેઠક પર સુવેન્દુ અધિકારી માટે સક્રિય કામગીરી કરી હતી. તેમણે મમતા બેનર્જીના શાસનમાં ફેલાયેલા 'ગુંડારાજ' અને ભયના માહોલ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, અગાઉ મતદારોને ડરાવીને મતદાન કરતા રોકવામાં આવતા હતા, પરંતુ આ વખતે કેન્દ્રીય બળોના સહકાર અને અમિત શાહના આયોજનને કારણે લોકો નિર્ભય બનીને બહાર આવ્યા અને ભાજપ તરફી મતદાન કર્યું. ‘ભવાનીપુર બેઠક પર ગુજરાતીઓએ જીવના જોખમે પ્રચાર કર્યો’ ગુજરાતથી અશોક ચૌધરી, જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા સહિત 70 કાર્યકર્તાઓની ટીમ પશ્ચિમ બંગાળ પ્રચાર માટે ગઈ હતી. અશોક ચૌધરી અને તેમની ટીમને ભવાનીપુર બેઠકની જવાબદારી સોંપવામાં આવી હતી. મમતા બેનરજી અને સુવેન્દુ અધિકારી આ બેઠક પરથી જ ચૂંટણી લડી રહ્યા હતા. અશોક ચૌધરીએ કહ્યું કે, મમતા બેનરજીના રાજમાં ગુંડાઓને છુટોદોર આપવામાંઆવ્યો હતો. જે ભાજપ તરફી મતદાન કરવા માગતા હોય તેઓને ધમકી મળતી. ભવાનીપુરની વાત કરીએ તો ત્યાં લગભગ આપણા ગુજરાતી અને મારવાડી મતદારો 33 હજાર જેટલા છે.એક જ સીટની અંદર વર્ષોથી એ લોકો ત્યાં રહે છે.બાપ દાદાઓ ત્યાં વ્યાપાર ધંધાર્થે ગયા હતા ત્યારબાદ તેઓ ત્યાંના થઈ ત્યાં રહ્યા છે.એ લોકોનો અનુભવ એવો હતો કે, આજથી પહેલાની જેટલી પણ ચૂંટણીઓ હતી.એ દરમિયાન ગુંડાઓ વહેલા આવી એપાર્ટમેન્ટના દરવાજો લોક મારી દેતા હતા.એ લોકો મતદારોને એવું કહેતા તમારે મત આપવા નથી આવવાનું તમારો મત અમે આપી દેશુ.પરંતુ આ વખતે ચુસ્ત બંદોબસ્તના કારણે મોટાભાગના મતદારોને ડર દૂર થયો હતો અને ખુલ્લીને મતદાન કરવા બહાર આવ્યા હતા. 'પ્રચાર દરમિયાન જ અમને ખબર પડી ગઈ હતી કે ભાજપની જીત નિશ્ચિત છે' ભવાનીપુરની અંદર અમે લગભગ ચાર-પાંચ દિવસ પ્રવાસ કર્યો ત્યારથી અમને વિશ્વાસ આવી ગયો હતો કે, 100 ટકા જીતીશુ.વિશ્વાસ આવવાનું કારણ મતદારોનો જે અભિગમ હતો. જે મતદાર અમને મળતા હતા એમના દ્વારા અમને જે ફીડબેક મળતા હતા એ બતાવતા હતા કે, આ વખતે 100 % સુવેન્દુજીની જીત થશેઅને મમતાજી ની હાર થવાની છે.મેં કહ્યું પહેલા એ પ્રમાણે એમણે પોતે દરેક વોર્ડની અંદર જે ગુંડાતત્વોને જે પ્રાધાન્ય આપ્યું હતું.એના કારણે લોકો ખૂબ ડિસ્ટર્બ હતા.સામાન્ય પરિવાર હોઈ એણે મકાનની અંદર રીપેરીંગ કરાવવું હોઈ TMCના ગુંડાઓને હપ્તો આપવો પડે ત્યારે લોકો પોતાના ઘરનું રીપેરીંગ કરાવી શકે.આ રીતનો માહોલ આખો એમણે ઉભો કર્યો હતો.આજે એના કારણે તેઓને ઘર ભેગા થવું પડ્યું છે. અમારી એક જ સ્ટ્રેટેજી હતી કે- વધુમાં વધુ લોકો મતદાન કરે ચૌધરીએ વધુમા જણાવતા કહ્યું કે, મમતા બેનરજીને હરાવવા માટે સ્ટ્રેટેજીની અંદર એમની જે પોતાની કાર્યશૈલી હતી એનાથી લોકો ખૂબ નારાજ હતા.એટલા માટે સ્ટ્રેટેજી એજ અપનાવવાની હતી કે, લોકો મહત્તમ મતદાન કરે તો એ સીધો ફાયદો ભાજપને મળે એમ હતો, એ અમે જાણતા હતા.એટલા માટે લોકો મતદાન કરવા માટે નીકળે એ ખૂબ જરૂરી હતું.એટલા માટે પ્રથમ દિવસથી જ દરેક લોકો ને મતદાન માટે સમજાવતા હતા.પ્રત્યેક બુથ પર ફરી પ્રત્યેક પરિવાર નો સંપર્ક કરી બધા લોકો મતદાન કરવા નિર્ભય થઈ ને બહાર આવે એ કામ અમે લોકો એ કર્યું હતું. 'સુવેન્દુ અધિકારી સાથે કામ કરવાનો અનુભવ ખૂબ સારો રહ્યો' અશોક ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે, સુવેન્દુ અધિકારી સાથે કામ કરવાનો અનુભવ ખુશ સરસ રહ્યો.જમીનથી જોડાયેલા નેતા છે.પ્રત્યેક કાર્યકર્તાઓનું ખૂબ ધ્યાન રાખે છે.હું 100% આશાવાદી છું કે એમની આગેવાનીમાં પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર ખૂબ સારું કામ કરી શકશે.ખૂબ ગ્રાઉન્ડ ઉપરથી તૈયાર થયેલા નેતા છે.સામાન્ય માણસને જે તકલીફ છે એ પોતે જાણે છે. 'દરરોજ સાંજે ગુજરાતી પરિવારો તેમના ઘરે લઈ જાય અને જમાડતા' ચૂંટણી દરમિયાન ઘણા યાદગાર કિસ્સાઓ છે.પણ મોટા ભાગે રોજ સાંજે કોઈના કોઈ પરિવાર ગુજરાતી પરિવાર હોઈ મારવાડી પરિવાર હોઈ આગ્રહ પૂર્વક એમના ઘરે લઈ જાય અને અમને જમાડે અને કહે કે તમે 2000 કિલોમીટર દૂરથી આ કામ માટે આવ્યા છો તો અમારી પણ ફરજ છેકે તમારી થાય એ સેવા કરીયે તો આ ખૂબ મહત્વની બાબત અમને મળી ત્યાં. એક કાર્યકર્તા તરીકે ખૂબ ગૌરવ અને આનંદ થાય કે એક નેતા પોતે મુખ્યમંત્રી બનવા જઇ રહ્યા છે.આટલું મોટું એમના માટે કાર્યભાર છે.એમ છતાં પણ અમારા જેવા નાના કાર્યકર્તા જે કામ યાદ રાખી ને જે મારો ઉલ્લેખ કર્યો એજ બતાવે છે કે પોતે કેટલા કાર્યકર્તાઓ માટે પ્રેમાળ હશે.અને હમેશા જેતે સારું કાર્ય કર્યું હોય એણે ભૂલવું ના જોઇયે એ એમના સ્વભાવમાં છે.અમે ખૂબ આનંદ ની લાગણી અનુભવી રહ્યા છીએ. દૂધસાગર ડેરી અને GCMMFના ચેરમેન છે અશોક ચૌધરી ઉત્તર ગુજરાતના લાખો પશુપાલકો જે ડેરી સાથે જોડાયેલા છે તે દૂધસાગર ડેરીમાં છેલ્લી બે ટર્મથી અશોક ચૌધરી ચેરમેન તરીકે કાર્યરત છે. આ ઉપરાંત અમૂલ ફેડરેશનના પણ તેઓ ચેરમેન છે. અશોક ચૌધરી વિસનગર તાલુકાના ચિત્રોડીપુરા ગામના મૂળ વતની છે. 12 ગોળ ચૌધરી સમાજમાંથી આવે છે. મહેસાણા નગરપાલિકાના પ્રમુખ રહી ચુક્યા છે. ત્રણ બાળકોના કાયદામાં પાલિકા પ્રમુખ પદેથી સસ્પેન્ડ થયા હતા. મહેસાણા જિલ્લાના મહામંત્રી રહી ચુક્યા છે. ગુજરાત રાજ્ય હાઉસિંગ બોર્ડમાં ડિરેક્ટરની જવાબદારી સંભાળી હતી.
    Click here to Read More
    Previous Article
    ઓનલાઇન શોપિંગનું ખાલી ખોખું પણ તમને કંગાળ કરી શકે:ડસ્ટબિનમાં ફેંકતા પહેલા આ વાંચો, શું તમારો સ્માર્ટ ફોન જ કરી રહ્યો છે તમારી જાસૂસી?
    Next Article
    ગુજરાત યુનિવર્સિટીના ઓનલાઈન કોર્સનો ક્રેઝ વધ્યો:દેશ-વિદેશના 3101 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન, 6 કોર્સમાં 341ને પ્રવેશ અપાયો; અભ્યાસ-પરીક્ષા ઓનલાઈન જ લેવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment