Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જીવદયાપ્રેમીઓની તપાસમાં ભાંડો ફૂટ્યો:મહેસાણાના હૈદરીચોક પશુ દવાખાનામાં બીજી વખત એક્સપાયર ડેટની દવા મળી

    8 hours ago

    મહેસાણા હૈદરીચોક વિસ્તારમાં આવેલા જિલ્લા પંચાયત હસ્તકના પશુ આરોગ્ય કેન્દ્રમાંથી સતત બીજી વખત એક્સપાયર ડેટની દવા મળતાં જીવદયા પ્રેમીઓએ કાર્યવાહી કરવા એ ડિવિઝન પોલીસમાં અરજી આપી છે. જીવદયા પ્રેમીઓ દ્વારા શુક્રવારના રોજ હૈદરી ચોક સ્થિત પશુ આરોગ્ય કેન્દ્રમાં ઓચિંતી તપાસ હાથ ધરતાં 2024ના વર્ષની એક્સપાયર ડેટની 8 વાયલ મળી આવ્યા હતા. આ અંગે જીવદયા પ્રેમી મયંક ભોજકના જણાવ્યા મુજબ, સ્થાનિક વેટરનરી ઓફિસરને પૂછતાં દવા તો ઠીક છે પણ તેનાથી કોઈ પશુ મર્યું તો નથીનો જવાબ આપતાં રોષ પ્રસર્યો હતો. દોઢ વર્ષ અગાઉ પણ આ જ પશુ દવાખાનામાંથી એક્સપાયર ડેટની દવાઓ મળી આવી હતી. એક્સપાયર ડેટની દવાઓ મળતાં સ્થાનિક વેટરનરી ઓફિસર સામે કાર્યવાહી કરવા જીવદયા પ્રેમી હિમાંશુ આર. શર્માએ ડિવિઝન પોલીસમાં અરજી આપી છે. આ મામલે જિલ્લા પશુપાલન અધિકારી ડો.અમીનની પ્રતિક્રિયા મેળવવા 5 વખત ફોન કર્યા પરંતુ તેમણે ફોન ઉપાડવાનું ટાળ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ગામના ચોરે "મા''નું શાસન:કડાનાં સરપંચ ખુશાલીબેન રબારી, બોર બનાવી ગામને પીવાના પાણીની સમસ્યાથી ઉગારી
    Next Article
    રાણકીવાવથી યુ.એનના કો''ઓર્ડિનેટર અભિભૂત થયા:યુએનના કોઓર્ડિનેટરે પાટણની વર્લ્ડ‎ હેરિટેજ રાણકી વાવની કલા નિહાળી‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment