Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાણકીવાવથી યુ.એનના કો''ઓર્ડિનેટર અભિભૂત થયા:યુએનના કોઓર્ડિનેટરે પાટણની વર્લ્ડ‎ હેરિટેજ રાણકી વાવની કલા નિહાળી‎

    7 hours ago

    પાટણ ​યુનાઇટેડ નેશન્સ રેસિડેન્ટ કો"ઓર્ડિનેટર સ્ટેફન પ્રિસ્નરે પાટણની ઐતિહાસિક ધરોહર વલ્ડ હેરિટેજ રાણકીવાવની મુલાકાત લઈ પાટણની સંસ્કૃતિના મનભરીને વખાણ કર્યા હતા. પાટણના પ્રવાસ દરમિયાન તેમણે વિશ્વપ્રસિદ્ધ પટોળા હાઉસની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે "બેવડ ઈક્ત" શૈલીમાં બનતી પટોળા સાડીની જટિલ વણાટ પ્રક્રિયા અને કારીગરોની અદભૂત હસ્તકલાને નિહાળી હતી. વર્ષો જૂની આ પરંપરાગત કળાને જીવંત રાખતા કારીગરોની કુશળતા જોઈ તેઓ આશ્ચર્યચકિત થયા હતા અને પટોળાને વૈશ્વિક સ્તરની અનન્ય કલાકૃતિ ગણાવી હતી.​ત્યારબાદ પ્રિસ્નરે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણીની વાવની મુલાકાત લીધી હતી. સાત માળની આ વાવના બારીક શિલ્પો,અજોડ કોતરણી અને પ્રાચીન જળ વ્યવસ્થાપનની સમજ મેળવી તેઓ સ્થાપત્ય કળા પર ઓવારી ગયા હતા. મુલાકાતના અંતે તેમણે રાણીની વાવ ખાતે આયોજિત લાઈટ એન્ડ સાઉન્ડ શો નિહાળીને પાટણના ભવ્ય ઇતિહાસનો અનુભવ કર્યો હતો. તેમણે રાજ્ય સરકાર દ્વારા ઐતિહાસિક વારસાના જતન અને સંવર્ધન માટે કરવામાં આવતી કામગીરીની મુક્તકંઠે પ્રશંસા કરી હતી. રાણકીવાવની કલા થી યુ.એનના કો'ઓર્ડિનેટર અભિભૂત થયા હતા. પટોળા હાઉસની પણ મુલાકાત લીધી હતી.
    Click here to Read More
    Previous Article
    જીવદયાપ્રેમીઓની તપાસમાં ભાંડો ફૂટ્યો:મહેસાણાના હૈદરીચોક પશુ દવાખાનામાં બીજી વખત એક્સપાયર ડેટની દવા મળી
    Next Article
    Happy Mother's Day 2026: Short Quotes, Wishes, Greetings, And WhatsApp and Facebook Statuses To Send To Your Mom

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment