Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગામના ચોરે "મા''નું શાસન:કડાનાં સરપંચ ખુશાલીબેન રબારી, બોર બનાવી ગામને પીવાના પાણીની સમસ્યાથી ઉગારી

    9 hours ago

    શ્રીમતી વાંસતીબેન પંડ્યાના પુત્ર જીતુભાઈ પંડ્યાનો રિપોર્ટ માતૃત્વ એટલે માત્ર અસીમ વ્હાલ કે મમતા જ નહીં, પરંતુ જ્યારે બાળકના ભવિષ્ય અને સુરક્ષાની વાત આવે ત્યારે એક મા કઠોર નિર્ણયો લેતાં પણ અચકાતી નથી. શનિવારે ‘મધર્સ ડે’ ઉજવાઇ રહ્યો છે, ત્યારે ખેરાલુના પાન્છા ગામનાં મહિલા સરપંચે ગામના યુવાનોના ભવિષ્ય માટે દારૂબંધીના કડક અમલ માટે દારૂડિયાઓને પાંજરામાં પૂરવાનો કઠોર નિર્ણય લઈ આખા ગામનાં ‘મા’ હોવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. આ પાંજરું કોઈને અપમાનિત કરવા માટે નહીં, પરંતુ ગામના દીકરાઓને બચાવવા માટે બનાવાયું છે. જેની અસર આજે ગામમાં દેખાઇ રહી છે. ખેરાલુના પાન્છાનાં સરપંચ શાંતાબેન ચૌધરીએ નશાબંધી સમિતિ બનાવી કડક અમલ કરાવતાં બદી અટકી‎ અંદાજે 3500ની જનસંખ્યા ધરાવતા ખેરાલુના પાન્છા ગામમાં નશાની લતે ચડેલા ચાર આશાસ્પદ યુવાનોનાં કમોત થયાં, ત્યારે માત્ર ગામ જ નહીં, પણ એક ‘મા’ તરીકે શાંતાબેનનું હૃદય પણ રડી ઊઠ્યું. જે માતાએ પોતાના જુવાનજોધ દીકરા ગુમાવ્યા તેમની પીડા તેમનાથી જોવાઈ નહીં. તેમણે નિશ્ચય કર્યો કે હવે પછી ગામના કોઈ દીકરાનું વ્યસનથી કમોત ન થવું જોઇએ. તેમણે ગામમાં નશાબંધી સમિતિ બનાવી અને ગ્રામસભામાં ઠરાવ કરી ગામમાં કોઈ વ્યક્તિ જાહેરમાં દારૂ પીતાં કે નશાની હાલતમાં ઝડપાય તો તેને પૂરવા માટે ખાસ લોખંડનું પાંજરું બનાવાયું. દારૂડિયાને પોલીસ હવાલે ન કરાય ત્યાં સુધી તેને આ હંગામી જેલમાં જ રાખવામાં આવે છે. ગામલોકોનું માનવું છે કે સામાજિક શરમ અને કડક કાર્યવાહીનો ડર ઉભો થતાં લોકો દારૂથી દૂર રહે છે. આ માત્ર કડક કાયદો ન હતો, પણ ગામરૂપી સંતાનોને બચાવવાની મક્કમ જીદ હતી. દારૂડિયાઓને સુધારવા બનાવેલું પાંજરું હવે માતાઓ માટે એક મોટું હથિયાર બની ગયું છે. આજે કોઈપણ માતા પોતાના બાળકને જ્યારે મોબાઈલની જીદ કરતા જુએ છે, ત્યારે તે પ્રેમભરી ધમકી આપતા કહે છે, “જો મોબાઈલ વાપરીશ તો પેલા દારૂડિયાની જેમ તને પણ પાંજરામાં પૂરી દઇશ.” કડાનાં સરપંચ ખુશાલીબેન રબારી, બોર બનાવી ગામને પીવાના પાણીની સમસ્યાથી ઉગારી વિસનગર તાલુકાના 5500ની વસતી ધરાવતા કડા ગામનાં સરપંચ એવાં નર્સિંગનાં સ્ટુડન્ટ ખુશાલીબેન રબારીએ ગામમાં પાણીનો બોર ન હોવાથી, આખું ગામ ધરોઇના પાણી ઉપર નિર્ભર છે અને તે પણ અનિયમિત હોવાથી ગ્રામજનોને પડતી તકલીફ પોતે પણ વેઠી હતી. જેથી પહેલો આ પ્રશ્ન હાથમાં લીધો. ગામની અલગ અલગ સોસાયટી, મહોલ્લામાં પાણીની પાઇપોની તપાસ કર્યા બાદ 5 હજાર ફૂટ નવી પાણીની પાઇપો નાખવાનું શરૂ કરાવ્યું. ઉપરાંત, ગ્રામજનોને રોજ પાણી મળે તે માટે સરકારમાં નવા ટ્યુબવેલ માટે દરખાસ્ત કરી જે મંજૂર થતાં હાલ ટ્યુબવેલ બની રહ્યો છે અને 15 દિવસમાં ચાલુ થઇ જશે. ગંદકી રોકવા 26 સ્ટેન્ડ પોસ્ટ મૂક્યા છે. દેલપુરાનાં સરપંચ કિંજલબા સોલંકી, બાળાઓ વધુ ભણી શકે માટે શાળાનું મકાન મંજૂર કરાવ્યું બહુચરાજીના દેલપુરા ગામમાં ધોરણ 1 થી 8 સુધીની પ્રાથમિક શાળા હતી. પ્રાથમિક શિક્ષણ બાદ દીકરીઓનો ડ્રોપઆઉટ ઘટાડવા આ ગામને આજથી આઠેક વર્ષ પહેલાં માધ્યમિક શાળાની મંજૂરી અપાઇ હતી. પરંતુ, પોતાનું મકાન ન હોઇ બાળકોને અભ્યાસ માટે આજ દિન સુધી પ્રાથમિક શાળાના મકાનમાં બેસાડવામાં આવે છે. માધ્યમિક શાળાનું પોતાનું મકાન હોય તો બાળકો વધુ સારી રીતે અભ્યાસ કરી શકે તે માટે સરપંચ પદે ચૂંટાયા બાદ સૌથી પહેલાં હાઇસ્કૂલનું મકાન બને તે પ્રશ્ન અગ્રતાક્રમે હાથમાં લીધો. શિક્ષણ વિભાગ અને મંત્રી સુધી વાત રજૂ કરી. સરકારે પણ ગામનો ઉત્સાહ જોઇ મકાન મંજૂર કરી આપ્યું. તાજેતરમાં જમીન સંપાદન, માપણી સહિતની કામગીરી પૂરી થઇ છે. એકાદ મહિનામાં શાળાના મકાનનું કામ શરૂ થઇ જશે.
    Click here to Read More
    Previous Article
    મહેસાણા ફેમિલી કોર્ટનો ચુકાદો:પત્નીને 20 મહિના સુધી ભરણપોષણ ન ચૂકવનાર પતિને 255 દિવસ કેદની સજા
    Next Article
    જીવદયાપ્રેમીઓની તપાસમાં ભાંડો ફૂટ્યો:મહેસાણાના હૈદરીચોક પશુ દવાખાનામાં બીજી વખત એક્સપાયર ડેટની દવા મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment