Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણા ફેમિલી કોર્ટનો ચુકાદો:પત્નીને 20 મહિના સુધી ભરણપોષણ ન ચૂકવનાર પતિને 255 દિવસ કેદની સજા

    10 hours ago

    મહેસાણાની પરિણીતાએ સુરત ખાતે રહેતા પતિ સામે કરેલ ભરણપોષણના કેસમાં કોર્ટે કરેલ હુકમ અંતર્ગત 20 મહિના સુધી ભરણપોષણની કુલ રૂ.2.42 લાખની રકમ નહીં આપતાં મહેસાણાની ફેમિલી કોર્ટે પતિને 255 દિવસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો અને જો પતિ પૂરેપૂરી રકમ ચૂકતે કરે તો તેને જેલમુક્ત કરવાનું પણ કોર્ટે કહ્યું છે. મહેસાણાના ધરમ સિનેમા રોડ પર રિયા એલીગન્સ ફ્લેટમાં રહેતાં દીપિકાબેન ભીખાભાઈ ખત્રીએ તેમના પતિ વિનોદભાઈ બાબુલાલ માધુ (કતારગામ, સુરત) સામે ભરણપોષણનો કેસ કર્યો હતો. કોર્ટે 2021માં વિનોદકુમારને દર મહિને પત્નીને રૂ.12 હજાર ભરણપોષણ પેટે ચૂકવી આપવા હુકમ કર્યો હતો. પરંતુ શરૂઆતમાં રૂપિયા જમા કરાવ્યા બાદ 20 જૂન 2023 થી 19 ફેબ્રુઆરી 2025 સુધી ભરણપોષણની રકમ ચૂકવી ન હતી. જેને લઇ તેમણે કોર્ટના હુકમના અનાદર મામલે મહેસાણા ફેમિલી કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જેમાં વકીલ એમ.એસ. બારોટની દલીલોને આધારે જજ આશાબેન એમ. વાનાણી દ્વારા ખાનગી કંપનીના મેનેજર એવા વિનોદકુમાર માધુને 20 મહિનાની ચઢેલ ભરણપોષણની રકમ રૂ.2.42 લાખ પૈકી 2.2 લાખ ચુકવી નહીં આપતાં દર મહિનાના ડિફોલ્ટ પેટે 15 દિવસની કેદની સજા લેખે કુલ 17 માસ પ્રમાણે 255 દિવસની સાદી કેદની સજા ફટકારી હતી.
    Click here to Read More
    Previous Article
    પ્રેરણાદાયી રેલીનું આયોજન:મહેસાણામાં ‘ઓપરેશન સિંદૂર’ના એક વર્ષ નિમિત્તે એનસીસી રેલી
    Next Article
    ગામના ચોરે "મા''નું શાસન:કડાનાં સરપંચ ખુશાલીબેન રબારી, બોર બનાવી ગામને પીવાના પાણીની સમસ્યાથી ઉગારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment