Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હનીટ્રેપના કેસમાં ફરાર મહિલા ઝડપાઈ:હનીટ્રેપ કેસમાં ફરાર મહિલા ચાણસ્માના વસઈથી ઝડપાઈ

    13 hours ago

    પાલનપુરમાં 50 લાખની ખંડણી માગવાના ચકચારી હનીટ્રેપ મામલામાં પશ્ચિમ પોલીસે વધુ એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. ડીસાના જમીન દલાલ અને રાજકીય આગેવાનને ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલનાર યુવતીને ચાણસ્મા તાલુકાના વસઈ ગામેથી ઝડપી પાડી છે. બીજી તરફ ફરિયાદીના મોબાઇલમાં રહેલા વિડીયો ફૂટેજ અને અન્ય ડિજિટલ પુરાવાની તપાસ માટે મોબાઇલ એફએસએલમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ડીસાના એક જમીન દલાલ અને રાજકીય આગેવાનને સોશિયલ મીડિયા મારફતે હિરલ લીમ્બાચીયા નામની ફેસબુક આઈડી પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. ત્યારબાદ ધીમે ધીમે ઓળખાણ વધારીને હનીટ્રેપ ગોઠવ્યાનો આક્ષેપ ફરિયાદમાં કર્યો હતો. ફરિયાદી પાસેથી 50 લાખ રૂપિયાની ખંડણી માંગ્યાનું સામે આવ્યું હતું. પોલીસ તપાસ દરમિયાન હિરલ લીમ્બાચીયા નામની ફેસબુક આઈડી પાછળ રહેલી યુવતીની ઓળખ 21 વર્ષીય કરીના દશરથભાઈ દેવીપુજક તરીકે થઈ હતી. મોબાઇલ લોકેશન અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પશ્ચિમ પોલીસની એક ટીમ ચાણસ્મા તાલુકાના વસઈ ગામે પહોંચી હતી, જ્યાંથી આરોપી યુવતીને ઝડપી લેવાઈ હતી. હાલ આ કેસમાં પોલીસ કોન્સ્ટેબલ જોરાવરસિંહ ડાભી સહિત ત્રણ આરોપીઓ અગાઉથી જ રિમાન્ડ હેઠળ છે. શુક્રવારે સાંજે કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. હવે યુવતીની ધરપકડ બાદ સમગ્ર કાવતરામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ફરિયાદીના મોબાઇલમાં રહેલા વિડીયો ફૂટેજ અને ચેટિંગ સહિતના ડિજિટલ પુરાવાની સત્યતા ચકાસવા મોબાઇલ રાજ્યકક્ષાની ફોરેન્સિક સાયન્સ લેબમાં મોકલાશે.
    Click here to Read More
    Previous Article
    મંદિર નજીક ડમ્પિંગ સાઈડ ઊભી કરાઈ:પાલનપુરમાં મંદિર નજીક સરકારી જમીન પર મંજૂરી વગર બાંધકામ
    Next Article
    ગેરકાયદેસર હથિયારની હેરાફેરી કરનાર ઝડપાઈ:પાલનપુરથી 2 બંદૂક,35 કારતૂસ સાથે મુંબઈનો શખ્સ પકડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment