Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગેરકાયદેસર હથિયારની હેરાફેરી કરનાર ઝડપાઈ:પાલનપુરથી 2 બંદૂક,35 કારતૂસ સાથે મુંબઈનો શખ્સ પકડાયો

    12 hours ago

    પાલનપુર ગઢ રોડ પર આવેલ કુંભલમેર ચોકડી પર એસઓજીની ટીમે બાતમીના આધારે મહારાષ્ટ્ર પાર્સિંગની એક ગાડીને રોકાવી તેની તલાશી લેતા તેમાંથી બે બંદૂક અને 35 કારતૂસ મળી આવ્યા હતા. ગેરકાયદેસર હથિયારની હેરાફેરી કરનાર મુંબઈનો શખ્સ આ હથિયાર દલવાડા ગામે રહેતા તેના મિત્રએ મંગાવ્યા હતા પાલનપુર તાલુકાના દલવાડા ગામના રમેશભાઈ માધુભાઈ ગામી (પટેલ)એ મુંબઈમાં જય તારામતી સોસાયટી ગોરેગાંવ વેસ્ટમાં રહેતા તેના મિત્ર ક્રિષ્નાકુમાર રામરતન અગ્રવાલ પાસે બે બંદૂક અને 35 કારતૂસ મંગાવ્યા હતા. જેને લઇ ક્રિષ્નાકુમાર અગ્રવાલ મહારાષ્ટ્ર પાર્સિંગની ગાડીમાં બે બંદૂક અને કારતૂસ લઇ પાલનપુર ગઢ રૂટ પર પસાર થઇ રહ્યો હતો. દરમ્યાન કુંભલમેર ચોકડી પર તૈનાત પાલનપુર એસઓજી પોલીસના સંજયદાન કેશુભાઈ અને તેમની ટીમે આ ગાડીને ઉભી રખાવી તેની તલાશી લેતા ગાડીમાં રાખેલ રૂ.20 હજારની કિંમતની બે બંદૂક અને 1750ની કિંમતના 35 કારતૂસ મળી આવ્યા હતા. ગાડીના ચાલક ક્રિષ્નાકુમાર અગ્રવાલની ગેરકાયદેસર રીતે હથિયારોની હેરાફેરી કરવા બદલ બે બંદૂક,35 કારતૂસ અને 8 લાખની ગાડી મળી કુલ.રૂ.8.21.750માં મુદ્દામાલ સાથે અટકાયત કરી હતી અને આ હથિયાર મંગાવનાર દલવાડા ગામના રમેશ માધુભાઇ ગામી વિરૂદ્ધ ગઢ પોલીસ મથકે આર્મ એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    હનીટ્રેપના કેસમાં ફરાર મહિલા ઝડપાઈ:હનીટ્રેપ કેસમાં ફરાર મહિલા ચાણસ્માના વસઈથી ઝડપાઈ
    Next Article
    પ્રેરણાદાયી રેલીનું આયોજન:મહેસાણામાં ‘ઓપરેશન સિંદૂર’ના એક વર્ષ નિમિત્તે એનસીસી રેલી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment