Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંદિર નજીક ડમ્પિંગ સાઈડ ઊભી કરાઈ:પાલનપુરમાં મંદિર નજીક સરકારી જમીન પર મંજૂરી વગર બાંધકામ

    14 hours ago

    પાલનપુર શહેરમાં નાગણેચી માતાના મંદિર નજીક પાલનપુર નગરપાલિકા દ્વારા ડમ્પિંગ સાઈડ ઊભી કરવાની કાર્યવાહી સામે સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે. ધાર્મિક સ્થળની બાજુમાં કચરો એકત્ર કરવાની તૈયારી થતા ભક્તોની ધાર્મિક લાગણી દુભાઈ હોવાના આક્ષેપ ઉઠ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વર્ષોથી બિનઉપયોગી પડેલી માર્ગ અને મકાન વિભાગની રાજ્ય સરકારની જમીન પર પાલિકાએ બંને બાજુ દીવાલો ચણી દીધી છે. આ જગ્યાનો ઉપયોગ રોડ પરથી ઉઠતા કચરાને એકત્ર કરવા માટે કરાશે. આ મામલે પાલિકા તંત્રનો સંપર્ક કરતા જણાવાયું હતું કે આ જમીન માર્ગ અને મકાન વિભાગની હોવાથી તેમની પાસે મંજૂરી માંગી છે. જોકે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ એવી કોઈ મંજૂરી આપી નથી તેમ સ્પષ્ટ જણાવ્યું છે. બીજી તરફ સ્થાનીકોએ જણાવ્યું કે પાલિકાએ સ્થળ પર દીવાલ બાંધી દેતા સમગ્ર કાર્યવાહી પર સવાલો ઊભા થયા છે. સરકારી વિભાગની જમીન પર મંજૂરી વગર બાંધકામ કેવી રીતે કરાયું તે તપાસનો વિષય છે. મંદિર નજીક ડમ્પિંગ સાઈડ બનશે તો ગંદકી, દુર્ગંધ અને ધાર્મિક વાતાવરણ પર માઠી અસર પડશે. આથી સ્થાનિકોમાં તાત્કાલિક કામગીરી અટકાવી સ્થળાંતર કરવાની માંગ ઉઠી છે. સરકારી જગ્યામાં ડમ્પીંગ સાઈડ તૈયાર કરવા પાલિકા દ્વારા દીવાલો બનાવાઇ છે.
    Click here to Read More
    Previous Article
    હનીટ્રેપ:ચડોતરના વેપારીને ચંડીસર બોલાવી મહિલા સાથે વીડિયો બનાવી રૂ.5 લાખ પડાવ્યા
    Next Article
    હનીટ્રેપના કેસમાં ફરાર મહિલા ઝડપાઈ:હનીટ્રેપ કેસમાં ફરાર મહિલા ચાણસ્માના વસઈથી ઝડપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment