Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આતુરતા:પીએમ બન્યા પછી મોદીના જામનગરમાં રાત્રિ રોકાણની આજે હેટ્રીક, રોડ-શો માટેની તૈયારી

    16 hours ago

    ભારતના વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્રભાઈ મોદી જામનગરમાં ત્રીજી વખત રાત્રિ રોકાણ કરી રહ્યા છે. ત્યારે વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગયો છે. તો જામનગરમાં માત્ર રાત્રિ રોકાણ બાદ સવારે સોમનાથ જવાના હોવાનું સામે આવે છે. અન્ય કોઈ કાર્યક્રમો સામે આવ્યા નથી. તો રોડ-શો યોજાઈ તેવી પણ વહીવટી તંત્રએ વ્યવસ્થા ગોઠવી છે. જામનગર શહેરના સર્કિટ હાઉસ ખાતે પીએમ નરેન્દ્ર મોદી આજે તા.10ને રવિવારના રોજ રાત્રિ રોકાણ કરવાની શક્યતા છે. જેથી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ રહ્યો છે. પરંતુ પીએમના કોઈ કાર્યક્રમો જાહેર થયા નથી. માત્ર તેઓ રાત્રિ રોકાણ બાદ સવારે સોમનાથ જવાના હોવાનું વહીવટી તંત્ર જણાવી રહ્યા છે. રાજકીય નેતાઓને પણ કોઈ જાતની જાણ નથી. પીએમ બન્યા પછી નરેન્દ્ર મોદીનું જામનગરમાં આજે ત્રીજી રાત્રિ રોકાણ છે. જેમાં પ્રથમ વખત તેઓ 24 ફેબ્રુઆરી 2024ના રોજ જામનગરના સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કર્યુ હતું. ત્યારે રોડ-શો બાદ સવારે દેવભુમિ દ્વારકા જિલ્લામાં સિગ્ન્ચેર બ્રીજ સહિતના કામોનું લોકાર્પણ તેમજ ખાતમુર્હુત કરવામાં આવ્યા છે. જે બાદ 1 માર્ચ 2025ના રોજ પીએમ મોદીએ જામનગરના સર્કીટ હાઉસ ખાતે રોકાણ કર્યુ હતું. તે વખતે તેઓએ રિલાયન્સના વનતારાની મુલાકાત લીધી હતી અને તેઓ ત્યાંથી સોમનાથ જવા માટે નિકળી ગયા હતા. જે બાદ વડાપ્રધાન ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે, ત્યારે જામનગરમાં આજે રાત્રિ રોકાણ કરવાના છે. તેઓ કોને મળે છે...? શું કાર્યક્રમો છે..? જે અંગે સન્સપેન્સ સજાર્યુ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, બિન સતાવાર જાણવા મળ્યા મુજબ રવિવારે રાત્રે 9:45 કલાકે જામનગર એરફોર્સ ખાતે આવશે, ત્યાંથી રાત્રિના 10 વાગ્યે સરર્કિટ હાઉસ ખાતે પહોંચી જશે. જેમાં રોડ-શો કે, સભા જેવા કોઈ કાર્યક્રમો નથી. માત્ર લાલ બંગલા સર્કલ ખાતે ઉભા કરાયેલા સ્ટેજ ખાતેથી લોકોનું બે-ત્રણ મિનિટ અભિવાદન કરે તેવી શકયતા છે. અગાઉ 2 વખત રાત્રિ રોકાણ દરમિયાન પીએમના કાર્યક્રમો વર્ષ-2024માં વડાપ્રધાનના રાત્રિ રોકાણ દરમિયાન ભવ્ય રોડ-શો, જામનગરના પ્રતાપ પેલેસ ખાતે જામસાહેબને મળવા ગયા હતા,બીજા દિવસે બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજના લોકાર્પણ માટે નિકળ્યા ,વર્ષ 2025માં 1 માર્ચના જામનગર સર્કિટ હાઉસ ખાતે રોકાણ કર્યુ હતું, લોકોનું કારમાંથી અભિવાદન ઝીલ્યું હતું,સવારે રિલાયન્સ વનતારા જવા માટે નીકળી ગયા {વનતારાથી સોમનાથ જવા માટે નિકળ્યા હતા
    Click here to Read More
    Previous Article
    જાહેરનામું:જામનગર શહેર- જિલ્લાના વિસ્તારો નો ફ્લાય ડ્રોન જાહેર
    Next Article
    ક્રોસ ફાયરીંગનો ભોગ બનેલા વહાણના ખલાસીઓની આપવીતી:યુવકના મૃતદેહ સાથે સાથી ખલાસીઓએ ટાંકીના સહારે દરિયામાં ઝંપલાવ્યું,10 કલાક ઝઝુમ્યા’તા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment