Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાહેરનામું:જામનગર શહેર- જિલ્લાના વિસ્તારો નો ફ્લાય ડ્રોન જાહેર

    16 hours ago

    જામનગરમાં આગામી તા.10-11મે ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રવાસ કાર્યક્રમમાં પધારનાર છે. જે સંજોગોમાં દેશ વિરોધી સંગઠનો, આતંકવાદીઓ અને ભાંગ ફોડીયા તત્વો માનવ રહિત રીમોટ સંચાલિત વિમાન જેવા સાધનો અથવા માનવ સંચાલિત નાની સાઇઝના વિમાન જેવા સંસાધનો અથવા એરો સ્પોર્ટ્સમાં વપરાતા ઉપકરણોના ગેરલાભ લઇ મહાનુભાવની સુરક્ષાને તેમજ જામનગર જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતને હાની પહોંચાડે નહી તે હેતુથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ. એમ. કાથડ દ્વારા જામનગર મહાનગરપાલિકા સહિત જામનગર જિલ્લાના સમગ્ર વિસ્તારને “નો ડ્રોન ફ્લાઇ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ હુકમ તા.10ના બપોરે 12થી તા.11ના સાંજે 6 કલાક સુધી અમલમાં રહેશે. જામનગર જિલ્લાના વિસ્તારમાં રીમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન ક્વાડ કોપ્ટર પાવર્ડ એરક્રાફ્ટ તેમજ માનવ સંચાલિત માઇક્રો લાઇટ એર ક્રાફ્ટ, હેંગ ગ્લાઇડર/ પેરા ગ્લાઇડર, પેરા મોટર તેમજ હોટ એર બલુન્સ તથા પેરા જમ્પીંગ ચલાવવા/કરવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામું પોલીસ વિભાગ, સશસ્ત્ર દળો, SPG, IB તથા અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા સુરક્ષા, બંદોબસ્ત અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે ઉપયોગમાં લેવાતા હવાઈ સંસાધનો, સેનાદળો, કોસ્ટ ગાર્ડ, BSF, CRPF, CISF, NSG તથા અન્ય કેન્દ્રીય સુરક્ષા દળો દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા અને VIP સુરક્ષા હેતુસર ઉપયોગમાં લેવાતા હવાઈ સાધનો, આરોગ્ય વિભાગ, ફાયર વિભાગ, એર એમ્બ્યુલન્સ, NDRF, SDRF તથા આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા ઈમરજન્સી, બચાવ અને રાહત કામગીરી માટે ઉપયોગમાં લેવાતા હવાઈ સાધનો તથા સંસાધનોને લાગુ પડશે નહી. આ જાહેરનામાંનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
    Click here to Read More
    Previous Article
    કામગીરીની સમીક્ષા:પીએમની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી, સૂચનો કરતા નાયબ મુખ્યમંત્રી
    Next Article
    આતુરતા:પીએમ બન્યા પછી મોદીના જામનગરમાં રાત્રિ રોકાણની આજે હેટ્રીક, રોડ-શો માટેની તૈયારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment