Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કામગીરીની સમીક્ષા:પીએમની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી, સૂચનો કરતા નાયબ મુખ્યમંત્રી

    15 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી જામનગર મુલાકાતને અનુલક્ષીને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શુક્રવારે જામનગર આવી પહોંચ્યા હતા. કલેકટર સાથે સમીક્ષા બેઠક યોજીને વડાપ્રધાનની મુલાકાત સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી. બાદમાં નાયબ મુખ્યમંત્રીએ લાલ બંગલા સર્કલ ખાતેના કાર્યક્રમ સ્થળની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. તેમણે સ્થળની ભૌગોલિક સ્થિતિ અને સુરક્ષા વ્યવસ્થાઓની ચકાસણી કરી નાગરિકોની સુવિધા તેમજ પ્રોટોકોલ જળવાઈ રહે તે અંગે અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા. જિલ્લા કલેકટર પી.બી. પંડ્યાએ સમગ્ર તૈયારીઓ તથા આયોજનને લગતી રૂપરેખા રજૂ કરી હતી. નાયબ મુખ્યમંત્રીએ તંત્ર દ્વારા હાથ ધરાયેલ તૈયારીઓની સરાહના કરી હતી અને જણાવ્યું હતું કે, વડાપ્રધાનની મુલાકાત યાદગાર બની રહે તે પ્રકારના વિવિધ આયોજનો હાથ ધરવા જોઈએ. તેમણે બેઠક વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમો, નાગરિકો માટેની અન્ય આનુષંગિક સુવિધાઓ તેમજ વિવિધ જનલક્ષી અભિયાનો અસરકારક રીતે હાથ ધરવા પર ભાર મૂક્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સાથે રાજ્ય મંત્રી રિવાબા જાડેજા, સાંસદ પુનમબેન માડમ તેમજ ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશ અકબરી તેમજ આઈજી નિર્લિપ્ત રાય, મ્યુ.કમિશનર ડી.એન.મોદી, એસપી ડો.રવિ મોહન સૈની સહિતના અધિકારીઓ તેમજ રાજકિય નેતાઓ હાજર રહ્યા હતા. રાત્રિના 11 વાગ્યે નાયબ મુખ્યમંત્રી ટ્રેન મારફત સોમનાથ જવા માટે નિકળી ગયા હતા.
    Click here to Read More
    Previous Article
    કામગીરી:પીએમ રૂ ટનો રોડ દબાણ મુક્ત, રેંકડી-કેબીનો જપ્ત
    Next Article
    જાહેરનામું:જામનગર શહેર- જિલ્લાના વિસ્તારો નો ફ્લાય ડ્રોન જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment