Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં યુવાનના હાથમાંથી કાટવાળો સળિયો કાઢ્યો:જનરલ હોસ્પિટલના તબીબોએ જટિલ સર્જરી કરી; શરીરમાં ચેપ, ધનુર કે ગેંગરીન થવાનું જોખમ હતું

    6 days ago

    સુરેન્દ્રનગર જનરલ હોસ્પિટલના તબીબોએ એક યુવાનના હાથમાં ઘૂસી ગયેલો કાટવાળો લોખંડનો સળિયો સફળતાપૂર્વક બહાર કાઢ્યો છે. આ જટિલ સર્જરી વિનામૂલ્યે કરવામાં આવી હતી, જેનાથી યુવાનને ગંભીર ચેપ અને કાયમી નુકસાનથી બચાવી શકાયો. હોસ્પિટલ ખાતે એક યુવાન દર્દીની હથેળી અને આંગળીઓના ભાગે લોખંડનો તીક્ષ્ણ અને કાટવાળો સળિયો આરપાર ઘૂસી ગયો હતો. સળિયો કાટવાળો હોવાથી શરીરમાં ચેપ, ધનુર કે ગેંગરીન જેવી જીવલેણ સમસ્યાઓ થવાનું મોટું જોખમ હતું. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સિવિલ સર્જન ડૉ. ચૈતન્ય પરમારના માર્ગદર્શન હેઠળ જનરલ સર્જન ડૉ. મનીષ અગ્રવાલ, ડૉ. વિપુલ એમ. ઝરમરીયા અને તેમની ટીમે તાત્કાલિક ઓપરેશન કરવાનો નિર્ણય લીધો. આ સર્જરી પડકારજનક હતી, કારણ કે સળિયો એવી રીતે ફસાયો હતો કે સહેજ પણ બેદરકારી હાથની નસો અને સ્નાયુઓને કાયમી નુકસાન પહોંચાડી શકતી હતી. તબીબોએ અત્યંત સાવચેતીપૂર્વક અને સચોટ તકનીકનો ઉપયોગ કરી નસો અને પેશીઓને સુરક્ષિત રાખીને સળિયો બહાર કાઢ્યો. સળિયો બહાર કાઢ્યા બાદ ઘાની સંપૂર્ણ સફાઈ કરવામાં આવી અને હાથની રચના પૂર્વવત કરવા માટે જરૂરી ટાંકા તથા અન્ય તબીબી સારવાર આપવામાં આવી. સફળ સર્જરી બાદ હાલ યુવાનની હાલત સ્થિર છે. ખાનગી હોસ્પિટલોમાં આ પ્રકારની જટિલ સર્જરી માટે હજારો રૂપિયાનો ખર્ચ થતો હોય છે. જોકે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારની જનકલ્યાણકારી નીતિને કારણે આ સમગ્ર સર્જરી જનરલ હોસ્પિટલ ખાતે તદ્દન વિનામૂલ્યે કરવામાં આવી. અગાઉ પણ આ હોસ્પિટલમાં એક ૭૦ વર્ષીય વૃદ્ધાના થાપાના ગોળાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું, જે હોસ્પિટલની વધતી જતી વિશ્વસનીયતા દર્શાવે છે. સિવિલ સર્જન ડૉ. ચૈતન્ય પરમારે આ સફળતા બદલ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા. યુવાનના પરિવારજનોએ પણ હોસ્પિટલ તંત્ર અને રાજ્ય સરકારનો આભાર માનતા જણાવ્યું કે, સરકારી હોસ્પિટલની ત્વરિત સેવાથી તેમના પુત્રનો હાથ કાયમી ખોડખાંપણમાંથી બચી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    લંડન જતો ગુજરાતી પરિવાર વિદેશ બંધક બનાવાયો:લોહીથી લથપથ પુત્રનો ફોટો મોકલી 1 કરોડની માગ, અમદાવાદ પોલીસે એક એજન્ટને દબોચ્યો, વલસાડના એજન્ટની શોધ
    Next Article
    સુરત જેલમાં વકીલો માટે નવી વ્યવસ્થા:હવે સાંજે 6 વાગ્યા સુધી જેલ સ્લિપ સ્વીકારાશે અને વકીલોની ગાડી માટે ખાસ 'લોગો' નક્કી થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment