Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છોટાઉદેપુરના સરહદી ગામમાં ‘નલ સે જલ’ યોજના ફેલ:સિંહાદામાં મહિલાઓ પાણી માટે દર-દર ભટકવા મજબૂર; વરરાજાની વ્યથા- ‘શુભ પ્રસંગોમાં પણ ટેન્કરનો સહારો’

    7 hours ago

    ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતાની સાથે જ ગુજરાતના અનેક અંતરિયાળ વિસ્તારોમાં જળ સંકટ ઘેરાયું છે. ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના છેવાડાના અને સરહદી ગામ સિંહાદામાં પીવાના પાણીની સ્થિતિ અત્યંત દયનીય બની છે. સરકારની ‘નલ સે જલ’ યોજના કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે વાસ્તવિકતામાં ગ્રામજનોને ટીપે-ટીપે પાણી માટે રઝળપાટ કરવો પડી રહ્યો છે. યોજનાઓ નિષ્ફળ, હેન્ડપમ્પ જાણે શોભાના ગાંઠિયા 7 હજારની વસ્તી ધરાવતા સિંહાદા ગામમાં કહેવા માટે 100 જેટલા હેન્ડપમ્પ અને બોર આવેલા છે. પરંતુ, ભૂગર્ભ જળના સ્તર નોંધપાત્ર રીતે નીચે ઉતરી જતાં મોટાભાગના બોર શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. કેટલાક બોરમાંથી માત્ર હવા નીકળે છે. જ્યાં થોડું પાણી આવે છે ત્યાં પણ લાંબી કતારો અને કલાકોની રાહ જોવી પડે છે. મહિલાઓએ ભરબપોરે માથે બેડાં લઈને એક વિસ્તારથી બીજા વિસ્તારમાં ભટકવું પડે છે. શુભ પ્રસંગોમાં પણ ટેન્કરનો સહારો: વરરાજાની વ્યથા ગામમાં પાણીની અછત એટલી હદે વકરી છે કે, હવે સામાજિક કે માઠા પ્રસંગોમાં પાણી વેચાતું લેવાની નોબત આવી છે. સિંહાદા ગામમાં હાલ લગ્નસરાની મોસમ છે, પરંતુ ખુશીના આ માહોલમાં પણ પાણીની ચિંતા મુખ્ય બની છે. ગામના એક યુવકના આજે લગ્ન છે, પરંતુ ઘરમાં મહેમાનો માટે પાણી ન હોવાથી દિવસમાં ત્રણ વખત ટેન્કર મંગાવવાની ફરજ પડી છે. વરરાજાએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, દર વર્ષે ઉનાળો શરૂ થતા જ આ સમસ્યા વિકરાળ બને છે. લગ્ન જેવા પ્રસંગમાં પણ અમારે પાણી વેચાતું લેવું પડે છે, જે આર્થિક રીતે પણ બોજ બને છે. ગામલોકોની મુખ્ય માગ સ્થાનિક મહિલાઓ અને ગ્રામજનોમાં વહીવટી તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોની માગ છે કે, એક તરફ ડિજિટલ ઇન્ડિયા અને વિકાસની વાતો થાય છે, ત્યારે બીજી તરફ આઝાદીના આટલા વર્ષો પછી પણ સરહદી ગામની મહિલાઓએ પીવાના પાણી માટે કિલોમીટરો સુધી ભટકવું પડે તે તંત્રની ઘોર બેદરકારી સૂચવે છે.
    Click here to Read More
    Previous Article
    'જો પાછી આવી તો ટાંટીયા ભાંગી નાખીશું':પિતાનું મકાન હડપવા પુત્ર અને વહુએ વિધવા માતાને રસ્તે રઝળતી કરી, બંને સામે ફરિયાદ
    Next Article
    'ગુજરાત આવીને ખૂબ જ મજા આવે છે':રકૂલપ્રિત-વામિકા અને આયુષ્માન ખુરાનાએ સિંહ દર્શન કર્યા, વનવિભાગ હવે સિંહની હિલચાલ પર નજર રાખવા AIનો ઉપયોગ કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment