Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'જો પાછી આવી તો ટાંટીયા ભાંગી નાખીશું':પિતાનું મકાન હડપવા પુત્ર અને વહુએ વિધવા માતાને રસ્તે રઝળતી કરી, બંને સામે ફરિયાદ

    8 hours ago

    ભાવનગરના ચિત્રા વિસ્તારમાં માનવતાને લજવતી અને રક્તના સંબંધોને કલંકિત કરતી એક ઘટના સામે આવી છે. પિતાના અવસાન બાદ મકાન પચાવી પાડવાની લાલચમાં એક પુત્ર અને પુત્રવધૂએ પોતાની જન્મદાતા માતાને જ ઢીકાપાટુનો માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી રસ્તે રઝળતી કરી દીધી છે. આ મામલે વ્યથિત માતાએ અંતે પોલીસનો સહારો લેતા બોરતળાવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પતિના અવસાન બાદ મકાન પર નજર ઘટનાની વિગત મુજબ, ચિત્રા વિસ્તારની તપોવન સોસાયટીમાં ભાડાના મકાનમાં રહી મજૂરી કામ કરતા 50 વર્ષીય ચંદ્રિકાબેન બળવંતભાઈ બારૈયાએ તેમના પુત્ર જીતુ અને પુત્રવધૂ અનુ સામે ફરિયાદ નોંધાવી છે. ચંદ્રિકાબેનના પતિના નામે હાદાનગરની સત્યનારાયણ સોસાયટીમાં એક મકાન આવેલું છે, જેમાં તેઓ એકલા રહેતા હતા. આશરે એક વર્ષ પહેલા પુત્રવધૂએ ચડામણી કરતા પુત્ર જીતુ મકાનમાં રહેવા આવી ગયો હતો અને ત્યારબાદ મકાન પચાવી પાડવા માટે માતા પર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. "ટાંટિયા ભાંગી નાખીશું" એવી આપી ધમકી પુત્ર અને પુત્રવધૂએ લાલચમાં આવીને માતાને ગાળો ભાંડી ઘરમાંથી હાંકી કાઢ્યા હતા. એટલું જ નહીં, આરોપીઓએ ક્રૂરતાની હદ વટાવતા માતાને ધમકી આપી હતી કે, "જો આ ઘરમાં ફરી પાછી આવી છે તો તારા ટાંટિયા ભાંગી નાખીશું." પોતાના જ પતિના મકાનમાં આશરો મેળવવા માટે વૃદ્ધાએ સગા-સંબંધીઓનો પણ સહારો લીધો હતો, પરંતુ પુત્ર-વહુએ કોઈની વાત માની ન હતી અને ઉલટાનું સમજાવવા આવનારને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી માતાને શારીરિક રીતે પણ માર માર્યો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી લાંબા સમય સુધી આ માનસિક અને શારીરિક ત્રાસ સહન કર્યા બાદ, જ્યારે માતાને પોતાના જ ઘરે રહેવા ન મળ્યું અને જીવનું જોખમ ઊભું થયું, ત્યારે તેમણે નામદાર કોર્ટમાં અરજી કર્યા બાદ અંતે બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. માતાની વ્યથા સાંભળી પોલીસે પુત્ર જીતુ અને પુત્રવધૂ અનુ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાએ પંથકમાં ચર્ચા જગાવી છે કે સંપત્તિની ભૂખમાં પુત્ર પોતાની માતાની મમતા પણ ભૂલી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    IPLમાં રાજસ્થાન Vs ગુજરાત:આર્ચરે 11 બોલની ઓવર નાખી, 4 વાઈડ બોલ; સુદર્શને પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
    Next Article
    છોટાઉદેપુરના સરહદી ગામમાં ‘નલ સે જલ’ યોજના ફેલ:સિંહાદામાં મહિલાઓ પાણી માટે દર-દર ભટકવા મજબૂર; વરરાજાની વ્યથા- ‘શુભ પ્રસંગોમાં પણ ટેન્કરનો સહારો’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment