Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખડસલીયાના દરિયાકાંઠે સફાઈ અભિયાન:ભાવનગર-બોટાદના સાંસદ નિમુબેન બાંભણિયા સાથે અગ્રણીઓ-ગ્રામજનો ઉત્સાહ સાથે જોડાયાં

    7 hours ago

    ભાવનગર-બોટાદના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા દ્વારા પ્રકૃતિના રક્ષણ અને સ્વચ્છતાના સંદેશ સાથે ભાવનગર જિલ્લાના ખડસલીયાના સમુદ્ર તટે ભવ્ય સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં વિવિધ સ્વયંસેવી સંસ્થાઓ અને પ્રકૃતિ પ્રેમીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને દરિયાકાંઠેથી મોટા પ્રમાણમાં કચરો એકત્ર કરી તેનો યોગ્ય નિકાલ કર્યો હતો. જનભાગીદારીથી સમુદ્ર તટની સફાઈ ઘોઘા તાલુકાના ખડસલીયા ગામે યોજાયેલા આ સફાઈ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સમુદ્ર કિનારાને પ્રદૂષણ મુક્ત કરવાનો અને સમાજમાં પર્યાવરણ જાળવણીનો સંદેશ ફેલાવવાનો હતો. નિમુબેન બાંભણીયાએ અવારનવાર આવા કાર્યક્રમો થકી જનતાને પ્રકૃતિના રક્ષક બનવા પ્રેરિત કર્યા છે. આ કાર્યક્રમ દરમિયાન કિનારા પર ફેલાયેલી ગંદકી અને પ્લાસ્ટિક જેવા કચરાને દૂર કરી દરિયાકાંઠાને સ્વચ્છ બનાવવામાં આવ્યો હતો. પ્રકૃતિ રક્ષણ માટે મંત્રીનો સંદેશ આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે: લોકોમાં પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ વધી રહી છે અને તેઓ સ્વયંભૂ રક્ષક બની રહ્યા છે, જે પર્યાવરણ માટે અત્યંત શુભ સંકેત છે. આવા અભિયાનો માત્ર સફાઈ પૂરતા મર્યાદિત નથી, પરંતુ તે આવનારી પેઢી માટે પ્રકૃતિને બચાવવામાં મોટી મદદરૂપ સાબિત થશે. આ સફાઈ અભિયાન દ્વારા કેન્દ્રીય મંત્રીએ જનપ્રતિનિધિની સાથે એક જાગૃત નાગરિક તરીકે પ્રકૃતિના રક્ષણનો નવો રાહ ચીંધ્યો છે. સંસ્થાઓ અને સ્થાનિક લોકોના સહયોગથી સફળ બનેલા આ કાર્યક્રમે ભાવનગરના દરિયાકાંઠાની સુંદરતા જાળવવામાં મહત્વનું પ્રદાન કર્યું છે.
    Click here to Read More
    Previous Article
    IPLમાં રાજસ્થાન Vs ગુજરાત મેચ, ટૉસ થોડીવારમાં:વૈભવ સૂર્યવંશી પર નજર, ગયા વર્ષે ટાઇટન્સ સામે પ્રથમ સદી ફટકારી હતી
    Next Article
    પોક્સો કોર્ટે આરોપીને 10 વર્ષની કેદની સજા ફટકારી:રાજકોટમાં સગીરાનું અપહરણ અને અડપલાંનો કેસ, વિક્ટિમ કમ્પોઝીશનમાંથી રૂ.1 લાખનું વળતર અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment