Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથના ગુજસીટોકના આરોપીને જામીન આપતી હાઈકોર્ટ:આરોપી ઉપર ગુજસીટોક એક્ટ સહિતના પ્રોહેબિશનના ગુના, ચાર્જશીટ પહેલા શરતી જામીન

    8 hours ago

    ચાલુ વર્ષે ગીર સોમનાથના વેરાવળ પોલીસ મથકે આરોપી રમેશ વાજા સહિત કુલ 8 વ્યક્તિઓ સામે ગુજસીટોક એક્ટ અંતર્ગત ગુન્હો નોંધાયો હતો. જેમા રિમાન્ડ આપવા સ્થાનિક કોર્ટે ઇનકાર કર્યો હતો, પરંતુ સાથે જામીન આપવા પણ ઇન્કાર કર્યો હતો. આરોપીએ એડવોકેટ ડેનિસ માવઢીયા મારફતે ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેને મંજૂર રાખવામાં આવી છે. ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હોવાનો આક્ષેપ આરોપી પર આક્ષેપ હતો કે, તે એક ક્રાઈમ સિન્ડિકેટનો સભ્ય છે. તેની ઉપર પ્રોહેબિશનના ગુના નોંધાયેલા છે. ગુજસીટોક લાગ્યા બાદ પણ તે સતત ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો રહ્યો છે. તેની ઉપર 8 ગુના નોંધાયેલા છે. તેના વકીલે રજૂઆત કરી હતી કે પ્રોહેબિશન જેવા ગુનાને અતિગંભીર ગણી શકાય નહીં. તેની ઉપર ગુજસીટોક નહીં, પરંતુ PASA એક્ટ લાગી શકે. તેને હૃદયની બીમારી હોવાથી સ્ટેન્ટ મૂકવામાં આવ્યા છે. તે ફેબ્રુઆરી, 2026થી જેલમાં છે. ‘ગીર સોમનાથ જિલ્લામાં 6 મહિના સુધી પ્રવેશ કરવો નહીં’ હાઇકોર્ટે નોંધ્યું હતું કે, આરોપી જેલમાં છે અને તેની સામે ટ્રાયલ ચાલવામાં વિલંબ થઈ શકે તેમ છે. આથી તેને ગુજરાત હાઇકોર્ટે પરવાનગી વગર ગુજરાત છોડવું નહીં. દર મહિને એક વખત પોલીસમાં મથકે હાજરી પુરાવવી. ગીર સોમનાથ જિલ્લામાં 6 મહિના સુધી પ્રવેશ કરવો નહીં, જેવી શરતોએ જામીન આપ્યા છે.
    Click here to Read More
    Previous Article
    PM મોદીનું બંગાળની થીમ પર થશે સ્વાગત:વ્હોટ્સએપ ચેટથી રાજકારણ ગરમાયુ, આંતરધર્મીય લગ્ન મામલે યુવતીને પતિ સાથે રહેવાની મંજૂરી, રાજકોટ-જેતપુર હાઈવેમાં થશે વિલંબ
    Next Article
    પાટણ સાયન્સ સેન્ટરમાં અવકાશ વિજ્ઞાન કેમ્પ સંપન્ન:ત્રણ જિલ્લાના 56 વિદ્યાર્થીઓએ ત્રણ દિવસીય શિબિરમાં ભાગ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment