Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમલીમાં ટેમ્પો હાઈટેન્શન લાઈનને અડકતાં ભડકો:રિવર્સ લેતી વખતે આગ લાગતાં વાહન બળીને ખાખ

    9 hours ago

    દાદરા નગર હવેલીના અમલીમાં 66 KVA રોડ પર એક સીએનજી પિકઅપ ટેમ્પોમાં આગ લાગી હતી. વાહન રિવર્સ લેતી વખતે હાઈટેન્શન ઇલેક્ટ્રિક લાઇનના સંપર્કમાં આવતા આ ઘટના બની હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખું વાહન બળીને ખાખ થઈ ગયું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, ટેમ્પો ચાલક વાહન રિવર્સ કરી રહ્યો હતો ત્યારે તે ઉપરથી પસાર થતા ઇલેક્ટ્રિક કેબલને અડી ગયો હતો. કેબલના સંપર્કમાં આવતા જ જોરદાર શોર્ટ સર્કિટ થયું હતું, જેના કારણે પહેલા ટાયરમાં તણખા ઝર્યા હતા અને પછી આખા વાહનને આગ લાગી ગઈ હતી. ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા મુજબ, વાહનની આસપાસ કચરાનો મોટો ઢગલો હોવાથી આગ ઝડપથી ફેલાઈ હતી. આ વિસ્તાર ઔદ્યોગિક હોવાથી નજીકમાં અનેક કંપનીઓ અને દુકાનો આવેલી છે. જો આગ સમયસર કાબૂમાં ન આવી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી. વાહન સીએનજી હોવાથી બ્લાસ્ટ થવાનો પણ ભય હતો. આગની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સ્થાનિકોએ ફાયર વિભાગની ત્વરિત કામગીરીની પ્રશંસા કરી હતી. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, ટેમ્પોને વ્યાપક નુકસાન થયું છે અને તે સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયો છે.
    Click here to Read More
    Previous Article
    298 વિદેશી દારૂની બોટલો સાથે બુટલેગર ઝડપાયો:​જૂનાગઢમાં ઇકોના બોનેટ અને દરવાજામાં ગુપ્ત ખાના બનાવીને દારૂની હેરાફેરી કરતા દબોચાયો
    Next Article
    ધારીના જીરામાં દીપડી ફાર્મહાઉસમાં ઘૂસી:મજૂરોએ કોઠાસૂઝથી બાથરૂમમાં પૂરી દીધી;વન વિભાગે રેસ્ક્યુ કરતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment