Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    298 વિદેશી દારૂની બોટલો સાથે બુટલેગર ઝડપાયો:​જૂનાગઢમાં ઇકોના બોનેટ અને દરવાજામાં ગુપ્ત ખાના બનાવીને દારૂની હેરાફેરી કરતા દબોચાયો

    9 hours ago

    ​જૂનાગઢમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન શહેરના જોષીપરા વિસ્તારમાં રહેતા એક બુટલેગર દ્વારા અન્ય રાજ્યમાંથી દારૂ લાવી તેનું છૂટક વેચાણ કરવામાં આવતું હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી. જેના આધારે પોલીસે હર્ષદનગર વિસ્તારમાં વોચ ગોઠવીને એક શંકાસ્પદ ઇકો કારને આંતરી હતી. આ કારની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી કારણ કે બુટલેગરે દારૂ છુપાવવા માટે ગાડીમાં અત્યંત ચાલાકીપૂર્વક ગુપ્ત ખાનાઓ બનાવ્યા હતા. કારમાં ગુપ્ત ખાના બનાવીને દારૂ છૂપાવ્યો હતો પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીએ પોતાની માલિકીની ઇકો કારમાં સ્પેશિયલ વ્યવસ્થા કરાવી હતી. કારના બોનેટના ભાગે, સાઈડના પડિયામાં, દરવાજાની અંદરના ભાગે તેમજ આગળ અને પાછળના બમ્પરની અંદર ખાના બનાવી તેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હતો. પોલીસે આ તમામ ખાનાઓમાંથી નાની-મોટી કુલ 298 નંગ દારૂની બોટલો કબજે કરી હતી. આ દારૂનો જથ્થો ગોવા ખાતેથી લાવીને જૂનાગઢના વિવિધ વિસ્તારોમાં વેચવાનો પ્લાન હોવાનું સામે આવ્યું છે. આરોપીની પૂછપરછમાં અન્ય બે શખ્સોના નામ પણ ખુલ્યા આ કામગીરી દરમિયાન પોલીસે સ્થળ પરથી 26 વર્ષીય મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. તેની પૂછપરછમાં અન્ય બે શખ્સોના નામ પણ ખુલ્યા છે, જેમાં એક સ્થાનિક મદદગાર અને બીજો ગોવાનો સપ્લાયર હોવાનું મનાય છે. હાલમાં પોલીસે આ બંને ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 4.31 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત ​ક્રાઈમ બ્રાન્ચ પોલીસે 1.21 લાખની કિંમતનો દારૂ, 10 હજારની કિંમતનો મોબાઈલ ફોન અને 3 લાખની કિંમતની ઇકો કાર સહિત કુલ 4.31 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જૂનાગઢમાં અવારનવાર દારૂબંધીના કાયદાનો ભંગ કરીને નવી નવી તરકીબો અજમાવતા તત્વો સામે પોલીસની આ એક મોટી સફળતા માનવામાં આવે છે. આગામી સમયમાં આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    રેસલર વિનેશ ફોગાટ પર WFIએ પ્રતિબંધ મૂક્યો:ડોપિંગ નિયમોના ઉલ્લંઘનનો આરોપ, ગયા અઠવાડિયે કહ્યું હતું- હું બ્રિજભૂષણના શોષણનો ભોગ બની છું
    Next Article
    અમલીમાં ટેમ્પો હાઈટેન્શન લાઈનને અડકતાં ભડકો:રિવર્સ લેતી વખતે આગ લાગતાં વાહન બળીને ખાખ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment