Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધારીના જીરામાં દીપડી ફાર્મહાઉસમાં ઘૂસી:મજૂરોએ કોઠાસૂઝથી બાથરૂમમાં પૂરી દીધી;વન વિભાગે રેસ્ક્યુ કરતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો

    8 hours ago

    અમરેલી જિલ્લાના ધારી તાલુકાના જીરા ગામ નજીક એક મોટી દુર્ઘટના ટળી હતી. રમેશભાઈ સેજપાલની વાડીમાં બની રહેલા ફાર્મહાઉસમાં એક દીપડી ઘૂસી ગઈ હતી, જેને વન વિભાગ દ્વારા સફળતાપૂર્વક પાંજરે પૂરવામાં આવી છે. દીપડીને હાલ એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવી છે. મજૂરોની સતર્કતા અને હિંમત ફાર્મહાઉસમાં કામ કરતા મજૂરોએ દીપડીને જોઈને તાત્કાલિક કાર્યવાહી કરી હતી. તેમણે દીપડીને બાથરૂમમાં ધકેલીને દરવાજો બંધ કરી દીધો હતો. આ ઘટનાની જાણ દલખાણીયા રેન્જ વન વિભાગને કરવામાં આવતા, વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. વન વિભાગની સચોટ કાર્યવાહી વન વિભાગની ટીમે નવા બની રહેલા ફાર્મહાઉસની ચારે તરફ કોર્ડન કરીને દીપડીને ટ્રાન્ક્યુલાઈઝ કરી બેહોશ કરી હતી. ત્યારબાદ તેને પાંજરે પૂરવામાં આવી હતી. આ સફળ કામગીરીને કારણે સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને એક મોટી દુર્ઘટના ટળી હતી. વન્યપ્રાણીઓના વસવાટમાં થતો વધારો અમરેલી જિલ્લામાં સિંહ અને દીપડા સહિતના વન્યપ્રાણીઓની સંખ્યા મોટી છે. રાજુલા, જાફરાબાદ, ધારી, ખાંભા, સાવરકુંડલા, બાબરા, બગસરા, ચલાલા, લીલીયા સહિતના મોટાભાગના વિસ્તારોમાં દીપડાનો વસવાટ વધ્યો છે. કાળઝાળ ગરમી અને ઊંચા તાપમાનને કારણે દીપડાઓ ઠંડક મેળવવા માટે બાંધકામવાળા વિસ્તારોમાં આવવાનું પસંદ કરતા હોવાથી આવા બનાવો વારંવાર બની રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    અમલીમાં ટેમ્પો હાઈટેન્શન લાઈનને અડકતાં ભડકો:રિવર્સ લેતી વખતે આગ લાગતાં વાહન બળીને ખાખ
    Next Article
    बिजनौर के रहने वाले शावेज की मौत कत्ल या कुछ और?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment