Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલા સહિત ત્રણ વ્યક્તિ પર ધોકા લઈને તૂટી પડ્યા:પ્રભુદાસતળાવ વિસ્તારમાં 'મશીન ચોરાયું તેમાં મારું નામ કેમ આપ્યું?' કહીને ઝઘડો કર્યો, બે શખસ સામે ફરિયાદ

    9 hours ago

    ભાવનગરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં ગઈકાલે સૂતરની દોરી બનાવવાના ચોરાયેલા મશીન મામલે નામ આપ્યાની દાઝ રાખી બે શખ્સોએ એક જ પરિવારના ત્રણ સભ્યો પર ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હિંસક ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા બે આધેડ ભાઈઓ અને એક મહિલાને સારવાર માટે સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યારે ઘોઘારોડ પોલીસે બે શખસ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 'મશીન ચોરાયું તેમાં મારું નામ કેમ આપ્યું?' કહીને ઝઘડો કર્યો બનાવની વિગત મુજબ, પ્રભુદાસ તળાવ, નવી જોગીવાડ ખાતે રહેતા અને સૂતરની દોરી બનાવવાનું કામ કરતા ભૂરાભાઈ વિનુભાઈ રાઠોડનું મશીન તાજેતરમાં ચોરાયું હતું. આ ચોરી પાછળ ખેડૂતવાસના જીવા બારૈયા અને યોગેશ બારૈયાનો હાથ હોવાની શંકા અલ્પેશ રાઠોડ નામના યુવકે વ્યક્ત કરી હતી. આ વાતની જાણ થતાં જ ઉશ્કેરાયેલા જીવા અને યોગેશ ગઈકાલે(8મે) ભૂરાભાઈના ઘરે પહોંચ્યા હતા અને "તારું મશીન ચોરાયું તેમાં મારું નામ કેમ આપ્યું?" તેમ કહી ઝઘડો શરૂ કર્યો હતો. બંને શખસ ધોકા લઈને તૂટી પડ્યા તકરાર વધતા બંને શખ્સોએ ઉશ્કેરાઈને ભૂરાભાઈ પર ધોકા વડે હુમલો કર્યો હતો. આ દરમિયાન તેમને બચાવવા વચ્ચે પડેલા મોટા ભાઈ ભરતભાઈ પર પણ હુમલાખોરો તૂટી પડ્યા હતા. પિતા અને મોટા બાપુને બચાવવા માટે ભૂરાભાઈની દીકરી વચ્ચે પડતા શખ્સોએ તેને પણ નિર્દયતાથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલાના પગલે આસપાસના લોકો એકઠા થઈ જતાં બંને હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ફરિયાદ નોંધાઈ ઘોઘારોડ પોલીસે આ મામલે ભોગ બનનાર ભૂરાભાઈની ફરિયાદના આધારે જીવા બારૈયા અને યોગેશ બારૈયા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 118(1), 115(2), 351(3), 352, 54 તેમજ જીપી એક્ટ 135 હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    આઉટસોર્સિંગ કર્મીઓના કરોડોના લીવ ઓન કેશ કૌભાંડનો આક્ષેપ:તાપી, દાહોદ અને ભાવનગરમાં ‘અલ્ટ્રા મોર્ડન’ એજન્સી સામે ગંભીર રજૂઆત; કોન્ટ્રાક્ટ રદ કરી પોલીસ ફરિયાદ કરવા માગ
    Next Article
    RTEના વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલતી સ્કૂલોને DEOનો કડક આદેશ:કોઈ ફી નહીં વસૂલવા સૂચના, સ્કૂલો યુનિફોર્મ, કેન્ટિન ચાર્જ, ટ્રાન્સપોર્ટ માટે વાલીઓને દબાણ નહીં કરી શકે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment