Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    RTEના વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલતી સ્કૂલોને DEOનો કડક આદેશ:કોઈ ફી નહીં વસૂલવા સૂચના, સ્કૂલો યુનિફોર્મ, કેન્ટિન ચાર્જ, ટ્રાન્સપોર્ટ માટે વાલીઓને દબાણ નહીં કરી શકે

    8 hours ago

    અમદાવાદમાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે કેટલીક શાળાઓ દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ આપવામાં આવેલા બાળકો પાસેથી અધર એક્ટિવિટીના નામે ફી ઉઘરાવતા હોવાની અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ મળી હતી. જેને ધ્યાનમાં રાખીને શહેરની તમામ શાળાઓને કડક સૂચના આપવામાં આવી છે. નિયમ પ્રમાણે શાળાઓ અધર એક્ટિવિટીના નામે RTEના વિદ્યાર્થીઓ પાસેથી કોઈપણ ફી ઉઘરાવી શકશે નહીં. જો કોઈ શાળા ફી ઉઘરાવશે તો કડક કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. વાલીઓએ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરી હતી રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ અમદાવાદ શહેરની 1300 કરતા વધુ શાળાઓમાં 14 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ડોક્યુમેન્ટ ચકાસણી વિદ્યાર્થીઓને ખાનગી સ્કૂલોમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જ્યાં વિદ્યાર્થીઓ ધો. 1થી 8 સુધી ફ્રીમાં અભ્યાસ કરી શકે છે. પરંતુ કેટલીક શાળાઓ વિદ્યાર્થીઓ પાસેથી અધર એક્ટિવિટીના બહાને વિદ્યાર્થીઓ પાસેથી પૈસા પડાવી રહી છે. જેની ફરિયાદ વાલીઓએ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીને કરી હતી. વધારાની ફી ઉઘરાવતી હોવાથી શાળાઓને DEOની કડક સૂચના RTE હેઠળ થયેલા એડમિશનના બાળકો પાસે ખાનગી શાળાઓ અધર એક્ટીવીટીના નામે ફી ઉઘરાવી વાલીઓના ખિસ્સા ખંખેરતી હોય છે. તેમજ શાળાના યુનિફોર્મ અને પુસ્તકો કોઈ ચોક્કસ જગ્યાએ જ ખરીદવાનો આગ્રહ રાખી શાળાઓ જાણે લૂંટ ચલાવતી હોય તેવી ફરિયાદો પણ જિલ્લા શહેર જિલ્લા શિક્ષણાધિકારીને મળી હતી. ખાનગી શાળાઓ એક્ટીવીટી ફી, શાળા કીટ, યુનિફોર્મ, કેન્ટિન ચાર્જ, વાર્ષિક કાર્યક્રમ ફી, ટ્રાન્સપોર્ટ માટે દબાણ સહિતની ફી ઉઘરાવતી હોવાથી શાળાઓને કડક સૂચના આપવામાં આવી છે. યુનિફોર્મ, કેન્ટિન ચાર્જ, ટ્રાન્સપોર્ટ માટે વાલીઓને દબાણ નહીં કરી શકે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ ખાનગી શાળાઓને અધર એક્ટીવીટીના નામે RTE ના વિદ્યાર્થીઓ પાસેથી કોઈપણ પ્રકારની ફી ન ઉઘરાવવા માટે કડક આદેશ કર્યો છે. એક્ટીવીટી ફી, શાળા કીટ, યુનિફોર્મ, કેન્ટિન ચાર્જ, વાર્ષિક કાર્યક્રમ ફી, ટ્રાન્સપોર્ટ માટે વાલીઓને દબાણ ન કરવા પણ સૂચના આપવામાં આવી છે. જો કોઈ શાળા વાલીઓ કે વિદ્યાર્થીઓ પર દબાણ કરશે અને અધર એક્ટિવિટીના નામે ફી ઉઘરાવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મહિલા સહિત ત્રણ વ્યક્તિ પર ધોકા લઈને તૂટી પડ્યા:પ્રભુદાસતળાવ વિસ્તારમાં 'મશીન ચોરાયું તેમાં મારું નામ કેમ આપ્યું?' કહીને ઝઘડો કર્યો, બે શખસ સામે ફરિયાદ
    Next Article
    Rowdy Janardhana Makers Drop New Poster On Vijay Deverakonda's Birthday: "A Man Who Fights The World"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment