Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આઉટસોર્સિંગ કર્મીઓના કરોડોના લીવ ઓન કેશ કૌભાંડનો આક્ષેપ:તાપી, દાહોદ અને ભાવનગરમાં ‘અલ્ટ્રા મોર્ડન’ એજન્સી સામે ગંભીર રજૂઆત; કોન્ટ્રાક્ટ રદ કરી પોલીસ ફરિયાદ કરવા માગ

    9 hours ago

    તાપી, દાહોદ અને ભાવનગર જિલ્લા પંચાયત હસ્તકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં કાર્યરત આઉટસોર્સિંગ કર્મચારીઓના લીવ ઓન કેશના નાણાંમાં ગેરરીતિ થયાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. ગુજરાત જનતા જાગૃતિ મંચે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરીને ‘અલ્ટ્રા મોર્ડન’ એજન્સીનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક રદ કરી પોલીસ ફરિયાદ દાખલ કરવાની માગ ઉઠાવી છે. ગુજરાત જનતા જાગૃતિ મંચના જણાવ્યા અનુસાર, નવેમ્બર, 2023થી વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓની ભરતી માટે આ એજન્સી કાર્યરત છે. જોકે છેલ્લા બે વર્ષ દરમિયાન ટેન્ડરની શરતો વિરુદ્ધ કર્મચારીઓને મળવાપાત્ર લીવ ઓન કેશની રકમ ચૂકવવામાં આવી નથી અને કરોડો રૂપિયાની ઉચાપત કરવામાં આવી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. ₹6 કરોડથી વધુ રકમ પચાવી પાડવાનો આરોપ આક્ષેપ મુજબ તાપી જિલ્લામાં અંદાજે ₹1.32 કરોડ, ભાવનગર જિલ્લામાં ₹1.72 કરોડ અને દાહોદ જિલ્લામાં ₹2.83 કરોડ જેટલી રકમમાં ગેરરીતિ થઈ હોવાનું કહેવામાં આવ્યું છે. આમ ત્રણેય જિલ્લાઓમાં કુલ મળીને આશરે ₹6 કરોડથી વધુની રકમ પચાવી પાડવાનો દાવો કરવામાં આવ્યો છે. ગુજરાત જનતા જાગૃતિ મંચે દાવો કર્યો છે કે, ફરિયાદો બાદ ટેન્ડર કમિટીઓએ રકમની રીકવરી માટે આદેશ પણ કર્યા છે, છતાં એજન્સી સામે કડક કાર્યવાહી થઈ નથી. વિપરીત રીતે એજન્સીને વધુ એક વર્ષ માટે કોન્ટ્રાક્ટ લંબાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. સરકાર ભ્રષ્ટાચાર વિરોધી હોવાના દાવા પોકળ મંચના પ્રમુખ રજનીકાંત ભારતીયે જણાવ્યું હતું કે, સરકાર ભ્રષ્ટાચાર વિરોધી દાવા કરે છે, પરંતુ નાના કર્મચારીઓ સામે તરત કાર્યવાહી થાય છે, જ્યારે કરોડો રૂપિયાની ગેરરીતિના આરોપો વચ્ચે એજન્સી સામે કાર્યવાહી થતી નથી. ટેન્ડરની શરતો મુજબ ઓછું વેતન ચુકવવા અથવા ગેરરીતિ સાબિત થાય તો કોન્ટ્રાક્ટ કોઈ નોટિસ વિના રદ કરવાની જોગવાઈ હોવા છતાં સંબંધિત જિલ્લા વિકાસ અધિકારીઓએ પગલાં લીધા નથી, એવો આક્ષેપ તેમણે કર્યો હતો. સાથે જ કેટલાક રાજકીય સંબંધોને કારણે એજન્સી સામે કાર્યવાહી અટકાવવામાં આવી રહી હોવાના પણ આરોપો રજૂઆતમાં કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે સરકારે હજી સુધી સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી.
    Click here to Read More
    Previous Article
    World Migratory Bird Day 2026: Birds with the Strangest Travel Habits
    Next Article
    મહિલા સહિત ત્રણ વ્યક્તિ પર ધોકા લઈને તૂટી પડ્યા:પ્રભુદાસતળાવ વિસ્તારમાં 'મશીન ચોરાયું તેમાં મારું નામ કેમ આપ્યું?' કહીને ઝઘડો કર્યો, બે શખસ સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment