Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જહાંગીરપુરાના કુરુક્ષેત્ર ધામમાં ભક્તિ અને સેવાનો અનોખો સંગમ:પવિત્ર તાપી મૈયાના ઘાટને સ્વચ્છ અને સુંદર બનાવવા સંસ્થાઓનું મહા-સફાઈ અભિયાન

    10 hours ago

    સુરતની જીવાદોરી સમાન તાપી નદીને સ્વચ્છ અને નિર્મળ રાખવા માટે સમયાંતરે અનેક પ્રયાસો થતા રહે છે, પરંતુ જ્યારે ધર્મ અને સેવા એકસાથે મળે છે ત્યારે તેનું પરિણામ અત્યંત પ્રભાવશાળી હોય છે. પવિત્ર અધિક માસ (પુરુષોત્તમ માસ) નિમિત્તે જહાંગીરપુરા સ્થિત કુરુક્ષેત્ર ધામ ખાતે શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સ્વચ્છતાને ધ્યાને રાખીને સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ સામાજિક સંસ્થાઓ અને ટ્રસ્ટોના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમે સુરતની જનતામાં પર્યાવરણ પ્રત્યેની જાગૃતિનો નવો સંદેશ વહેતો કર્યો છે. કુરુક્ષેત્ર ધામ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મોટું કેન્દ્ર હિન્દુ ધર્મમાં અધિક માસનું વિશેષ મહત્વ છે. આ માસ દરમિયાન પવિત્ર નદીઓમાં સ્નાન અને દાન-પુણ્ય કરવાનું અનંત ફળ મળે છે તેવી લોકવાયકા છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલું કુરુક્ષેત્ર ધામ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મોટું કેન્દ્ર છે. અહીં આવેલા તાપી ઘાટ પર દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો પવિત્ર સ્નાન માટે ઉમટી પડે છે. જ્યારે શ્રદ્ધાળુઓની સંખ્યા હજારોમાં હોય, ત્યારે ઘાટ પર કચરો અને ગંદકી થવાની શક્યતા વધી જાય છે. સંસ્થાઓનો સેવાના માધ્યમથી સફાઈનો સંકલ્પ આ બાબતને ગંભીરતાથી લઈને વિવિધ સંસ્થાઓએ સેવાના માધ્યમથી સફાઈનો સંકલ્પ લીધો હતો. આ સફાઈ અભિયાન કોઈ એક વ્યક્તિ કે સંસ્થા પૂરતું મર્યાદિત નહોતું, પરંતુ તેમાં શહેરની નામાંકિત સંસ્થાઓએ ખભેખભા મિલાવીને કામ કર્યું હતું. જેમાં મુખ્યત્વે કુરુક્ષેત્ર ટ્રસ્ટ જેમના નેજા હેઠળ ઘાટની વ્યવસ્થા જળવાય છે. પૂજ્ય મોટા હરિઓમ ટ્રસ્ટ આધ્યાત્મિક અને સામાજિક ક્ષેત્રે અગ્રેસર રહેતું આ ટ્રસ્ટ સેવાની સુવાસ ફેલાવવા જોડાયું. તાપીનમસુભ્ય ટ્રસ્ટ જે નદીઓની સફાઈ અને સુરક્ષા માટે સમર્પિત છે. સ્થાનિક સામાજિક સંસ્થાઓ અનેક નાના-મોટા મંડળો અને પર્યાવરણ પ્રેમીઓ આ ભગીરથ કાર્યમાં સહભાગી બન્યા હતા. સાવરણી, પાવડા અને તગારા લઈને ઉત્સાહભેર સફાઈ કરી શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે આ અભિયાનને બે દિવસીય કાર્યક્રમમાં વહેંચવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે ઘાટની આસપાસ જમા થયેલો પ્લાસ્ટિકનો કચરો, ફૂલ-હાર અને અન્ય વેસ્ટને દૂર કરવામાં આવ્યો હતો. બીજા દિવસે, નદીના પાણીના સ્તર પાસે જમા થયેલી લીલ અને કાદવને દૂર કરીને ઘાટને સ્નાન કરવા લાયક સુરક્ષિત બનાવવામાં આવ્યો હતો. સ્વયંસેવકોએ હાથમાં સાવરણી, પાવડા અને તગારા લઈને ઉત્સાહભેર કામ કર્યું હતું. આ દ્રશ્ય જોઈને ત્યાં આવતા શ્રદ્ધાળુઓ પણ પ્રભાવિત થયા હતા અને કેટલાક ભક્તોએ તો જાતે પણ સફાઈમાં મદદ કરવાનું શરૂ કર્યું હતું. એક દિવસના સરેરાશ 10 હજારથી વધારે લોકો તાપી સ્નાન કરી શકે કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ પ્રમુખ કમલેશ સેલરે જણાવ્યું હતું કે, આજ રોજ શનિ અને રવિવારના રોજ અહીં પૂજ્ય મોટા સૂર્યોદય ઘાટ ઉપર કુરુક્ષેત્ર ધામના આ પાવન તપોભૂમિ ઉપર સફાઈ અભિયાન ચાલુ કરવામાં આવી રહ્યું છે. બે દિવસના આ સફાઈ અભિયાનમાં જે હિન્દુ શ્રદ્ધાળુઓ એક દિવસના સરેરાશ 10 હજારથી વધારે લોકો તાપી સ્નાનનો લ્હાવો લેશે, તે જ રીતે પિતૃ તર્પણ માટે પણ શ્રદ્ધાળુઓ ખૂબ મોટી સંખ્યામાં અહીં આવશે. આ શ્રદ્ધાળુઓ અને તાપી સ્નાનના શ્રદ્ધાળુઓ માટે એક સારી દિવ્યતા અનુભવે, માં તાપીની પવિત્રતા જળવાય તે માટેનું આ સફાઈ અભિયાનનું કામ હાથ ધરવામાં આવ્યું છે. અધિક માસમાં લાખો શ્રદ્ધાળુઓ આવી શકે સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક અને રાંદેર પીપલ્સ બેંક અને તાપી નમસ્તુભ્યમ્ ગ્રુપના સૌજન્યથી આ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ખૂબ મોટી સંખ્યામાં સુરત મહાનગરપાલિકાએ પણ સહયોગ કર્યો છે અને સારી સંખ્યામાં આજે સફાઈ કામગીરી ચાલી રહી છે અને લાગે છે કે જે આવનારો અધિક માસ છે તેમાં લાખો શ્રદ્ધાળુઓ અહીં આખા મહિનામાં પધારવાના છે. તેના માટે સારો સ્નાનનો મહિમા જળવાઈ રહે તેવો શુભ પ્રયત્ન કુરુક્ષેત્ર ટ્રસ્ટ પરિવારનો રહેશે અને તેમાં બચાવ કામગીરી કે એના ડિઝાસ્ટર મેનેજમેન્ટના પગલાઓ પણ લેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    બંગાળની થીમ પર PMનું સ્વાગત થશે:વિવિધ ઝાંખી અને ભવ્ય રોશની કરાશે, ઠેર-ઠેર LED સ્ક્રીન લાગી; કલેકટર કચેરીમાં હાઇલેવલ બેઠક યોજાઈ
    Next Article
    એકે ભગવો તો બીજાએ બેટ લઈ પહેરો ભર્યો:કલાલી વિસ્તારમાં આવેલ મેરીગોલ્ડ સોસાયટીમાં તસ્કરોનો આતંક, એક જ રાતમાં 4 મકાનોના તાળા તૂટ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment