Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બંગાળની થીમ પર PMનું સ્વાગત થશે:વિવિધ ઝાંખી અને ભવ્ય રોશની કરાશે, ઠેર-ઠેર LED સ્ક્રીન લાગી; કલેકટર કચેરીમાં હાઇલેવલ બેઠક યોજાઈ

    9 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 મેના રોજ વડોદરા ખાતે સરદારધામ 3ના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યાર બાદ તેઓના ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. અંદાજે દોઢ કિમીના આ રોડ શોમાં વડાપ્રધાનનું ભવ્ય અભિવાદન કરવામાં આવશે. પશ્ચિમ બંગાળની જીત બાદ તેઓ ગુજરાત આવી રહ્યા છે ત્યારે અભિવાદનની થીમ પણ બંગાળ પર આધારિત હશે. ઠેર-ઠેર LED સ્ક્રીન લાગી વડાપ્રધાનના ભવ્ય સ્વાગત માટે હાઇવેથી એરપોર્ટ સુધી LED સ્ક્રીન લગાવવામાં આવી છે. ગોલ્ડન ચોકડી નજીક બંને તરફ મોટી સ્ક્રીન લગાવવામાં આવી છે જેના ઉપર વડાપ્રધાનને આવકારતા પોસ્ટર પ્રદર્શિત કરવામાં આવશે. હાલ રોડ શોના રૂટ ઉપર તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. મહાનગરપાલિકાના કર્મચારીઓ તૈયારીઓમાં લાગી ગયા છે. રોડ શોના રૂટ પર રાષ્ટ્રધ્વજ લગાવાયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગદા સર્કલથી એરપોર્ટ સુધી રોડ શો કરી લોકોનું અભિવાદન ઝીલશે. ત્યારે આ સમગ્ર રૂટ ઉપર રાષ્ટ્રધ્વજ લગાવવા આવ્યા છે. આ ઉપરાંત રોડની બંને બાજુ બેરીકેટિંગ કરી દેવામાં આવ્યા છે. જેમાં લોકો ઊભા રહીને વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરશે. અને તેઓને પશ્ચિમ બંગાળની જીત બદલ અભિનંદન પાઠવશે. આ ઉપરાંત ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભાજપનો ભવ્ય વિજય થયો છે ત્યારે વડાપ્રધાન પણ તમામ મતદારોનો આભાર વ્યક્ત કરશે. ભવ્ય રોશનીથી રોડ ઝળહળી ઊઠશે વડાપ્રધાન સરદારધામ 3ના લોકાર્પણ બાદ એરપોર્ટ સુધી પહોંચશે. જ્યાં ગદા સર્કલથી રોડ શોનું આયોજન કરવામાં આવશે. ગોલ્ડન ચોકડી નજીકથી સમગ્ર રૂટ ઉપર ભવ્ય રોશની કરવામાં આવશે. આકર્ષક રોશનીથી આ વિસ્તારને દુલ્હનની માફક સજાવવામાં આવશે. રોશનીની થીમ પણ બંગાળની થીમ આધારિત હશે. હાલમાં રૂટ ઉપર લાઈટિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આજે રાતથી આ લાઈટિંગ શરૂ કરી દેવાય તેવી શક્યતા છે. બંગાળની વિવિધ ઝાંખી રજૂ કરાશે ભાજપના શહેર પ્રમુખ ડો. જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના સ્વાગત માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાંજે ભવ્ય રોડ શો યોજાશે ત્યારે આ રૂટ પર 15 સ્ટેજ બનાવવામાં આવ્યા છે. આ સ્ટેજ ઉપરથી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. હાલમાં જ પશ્ચિમ બંગાળમાં ભવ્ય જીત થઈ છે ત્યારે સ્ટેજ ઉપરથી બંગાળની સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત વડોદરામાં વસતા બંગાળી સમાજના લોકો પણ વડાપ્રધાનનું અભિવાદન કરશે. આ રોડ શોમાં 25,000થી વધુ લોકો જોડાય તેવી સંભાવનાં છે. સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે વડાપ્રધાનના આગમનની તૈયારીઓના ભાગરૂપે પોલીસ વિભાગ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે. આજરોજ કલેકટર કચેરી ખાતે અધિકારીઓની બેઠક યોજાઈ હતી. પોલીસ કમિશનર નરસિંહા કોમારે જણાવ્યું હતું કે, આજે વિવિધ વિભાગ સાથે સંકલન કરવામાં આવ્યા છે. વડાપ્રધાનના આગમન સમયે સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવશે. સમગ્ર રૂટ ઉપર પોલીસ કર્મચારીઓ તહેનાત હશે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    Tamil Nadu Government Formation LIVE Updates: Dhinakaran accuses TVK of faking MLA Kamaraj’s support amid delay in Vijay’s swearing-in as CM
    Next Article
    જહાંગીરપુરાના કુરુક્ષેત્ર ધામમાં ભક્તિ અને સેવાનો અનોખો સંગમ:પવિત્ર તાપી મૈયાના ઘાટને સ્વચ્છ અને સુંદર બનાવવા સંસ્થાઓનું મહા-સફાઈ અભિયાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment