Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરાના પાણીના સંપની માલવદીપસિંહ રાહુલજીએ લીધી મુલાકાત:વીજ પુરવઠો ખોરવાતા અધિકારીઓને કડક સૂચના અપાઈ

    9 hours ago

    ગોધરા શહેરને પાણી પૂરું પાડતા મોટી કાંટડી અને ભામૈયા ખાતેના પાણીના સંપની APMC ચેરમેન અને ધારાસભ્ય સી.કે. રાહુલજીના પુત્ર માલવદીપસિંહ રાહુલજીએ આકસ્મિક મુલાકાત લીધી હતી. છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારોમાં વીજ પુરવઠો વારંવાર ખોરવાઈ રહ્યો છે. જેના કારણે શહેરની પાણી વિતરણ વ્યવસ્થા પર પ્રતિકૂળ અસર પડી રહી હતી. આ સમસ્યાના નિરાકરણ માટે તેમણે સ્થળ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન, માલવદીપસિંહ રાહુલજીએ સંપ ખાતેની ટેકનિકલ ખામીઓ અને વીજળી ગુલ થવાના કારણોની ઝીણવટભરી તપાસ કરી હતી. તેમણે નગરપાલિકાના એન્જિનિયરો અને વીજ કંપનીના અધિકારીઓ સાથે બેઠક યોજીને સમસ્યાના કાયમી નિરાકરણ માટે તાકીદ કરી હતી. તેમણે અધિકારીઓને સૂચના આપી હતી કે વારંવાર ખોરવાતા વીજ પુરવઠાને કારણે નાગરિકોને પાણીની અછતનો સામનો ન કરવો પડે. આ માટે મેઈન્ટેનન્સની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલ LCBએ ગોધરા નજીકથી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો:રાજસ્થાન હોટલ પાર્કિંગમાં ટ્રકમાંથી ₹1 કરોડથી વધુનો વિદેશી દારૂ મળ્યો
    Next Article
    આરોગ્ય મંત્રીની સુરત સિવિલમાં સરપ્રાઈઝ વિઝિટ:પાનસેરીયાએ કહ્યું, ગુજરાતમાં એક પણ બર્ડ ફ્લૂનો કેસ અત્યારે હાલમાં નથી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment