Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દયાપરના ઉમિયાનગરના મકાનમાંથી દારૂનો જથ્થો ઝડપાયો:LCBએ ₹1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો, એક સામે ગુનો નોંધાયો

    7 hours ago

    પશ્ચિમ કચ્છમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને વેચાણ સામે પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. આ અંતર્ગત પશ્ચિમ કચ્છ-ભુજની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ટીમે દયાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં દારૂ, રોકડ રકમ અને એક મોપેડ સહિત કુલ 1 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, દયાપર ગામના ઉમિયાનગર વિસ્તારમાં એક મકાનના ખુલ્લા આંગણામાં ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો રાખીને તેનું વેચાણ થતું હતું. આ અંગે LCBના અધિકારીઓને બાતમી મળી હતી. બાતમી મળતા ટીમે સ્થળ પર તપાસ કરી હતી, જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 52 બોટલો મળી આવી હતી. આ ઉપરાંત બીયરના 69 ટીન પણ મળ્યા હતા, જે પોલીસે જપ્ત કર્યા હતા. જપ્ત કરેલા દારૂ અને બીયરની કુલ કિંમત 50,374 રૂપિયા હોવાનું પોલીસે જણાવ્યું છે. કાર્યવાહી દરમિયાન પોલીસે સ્થળ પરથી 20 હજાર રૂપિયા રોકડા પણ જપ્ત કર્યા હતા. દારૂની હેરાફેરી અને વેચાણમાં ઉપયોગમાં લેવાતું 30 હજાર રૂપિયાની કિંમતનું એક મોપેડ પણ પોલીસે જપ્ત કર્યું છે. આમ, દારૂના જથ્થા ઉપરાંત રોકડ અને વાહન સહિત કુલ 1,00,374 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ કેસમાં લખપત તાલુકાના સાંયરા ગામના જયરાજસિંહ ખેતુભા સોઢા સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ છે. દયાપર પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર 189/2026 મુજબ ગુજરાત પ્રોહિબિશન એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક વિકાસ સુંડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ કરાઈ હતી. LCBના PI એ.એમ. મકવાણા અને PSI એમ.એચ. શીણોલની સૂચનાથી ASI વિરેન્દ્રસિંહ જાડેજા, વિકેશભાઈ રાઠવા અને પોલીસ હેડ કોન્સ્ટેબલ લાખાભાઈ રબારીની ટીમે આ કાર્યવાહી કરી હતી. પોલીસે ગેરકાયદેસર દારૂના નેટવર્ક સામે વધુ સઘન નજર રાખવામાં આવી હોવાનું પણ જણાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    વરાછા પોલીસની સરાહનીય કામગીરી:‘હું આત્મહત્યા કરવા જાઉં છું’ કહી નીકળેલી મહિલાને CCTV-ટેક્નિકલ સર્વેલન્સથી શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું
    Next Article
    પંચમહાલમાં ફરાર બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા:ગોધરા અને હાલોલના ગુનામાં પેરોલ-ફર્લો સ્કવોડ સફળ;બોટાદથી પકડાયો અપહરણકર્તા, ભોગ બનનાર પણ મુક્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment