Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આરોગ્ય મંત્રીની સુરત સિવિલમાં સરપ્રાઈઝ વિઝિટ:પાનસેરીયાએ કહ્યું, ગુજરાતમાં એક પણ બર્ડ ફ્લૂનો કેસ અત્યારે હાલમાં નથી

    8 hours ago

    રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ આજે વહેલી સવારે સુરતની નવી સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લઈને સમગ્ર વહીવટી તંત્રમાં ફફડાટ ફેલાવી દીધો હતો. કોઈપણ પૂર્વ જાણ કે સત્તાવાર કાફલા વગર સીધા જ ઇમર્જન્સી વોર્ડમાં પહોંચી ગયેલા મંત્રીએ હોસ્પિટલની ગ્રાઉન્ડ રિયાલિટી તપાસી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય છેવાડાના માનવીને મળતી આરોગ્ય સેવાઓની ગુણવત્તા ચકાસવાનો અને કર્મચારીઓની સમસ્યાઓનો નિકાલ કરવાનો હતો. મંત્રીને અચાનક આવતાં હોસ્પિટલના અધિકારીઓ દોડતા થયા પ્રફુલ પાનસેરીયાએ આજે અલગ જ ચીલો ચાતર્યો હતો. તેઓ કોઈને પણ કહ્યા વગર સીધા જ સિવિલના ટ્રોમા સેન્ટર અને ઇમર્જન્સી વિભાગમાં દાખલ થયા હતાં. મંત્રીને અચાનક પોતાની સામે જોઈને ફરજ પરના તબીબો અને નર્સિંગ સ્ટાફ સ્તબ્ધ થઈ ગયા હતા. મંત્રીના આગમનના સમાચાર વાયુવેગે પ્રસરતા જ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ અને સુપરિન્ટેન્ડેન્ટ પણ દોડતા થઈ ગયા હતા. OPDમાં લાઈનમાં ઉભેલા દર્દીઓ સાથે પાનસેરીયાએ વાતચીત કરી મુલાકાત દરમિયાન મંત્રી માત્ર અધિકારીઓની ચેમ્બર સુધી મર્યાદિત ન રહ્યા, પરંતુ તેમણે હોસ્પિટલના દરેક મહત્વના વિભાગોમાં રૂબરૂ જઈને નિરીક્ષણ કર્યું હતું. ખાસ કરીને OPDમાં લાઈનમાં ઉભેલા દર્દીઓ સાથે તેમણે વાતચીત કરી હતી. તેમણે દરરોજ કેટલા કેસ નોંધાય છે અને દર્દીઓને લાઈનમાં કેટલો સમય ઉભું રહેવું પડે છે તેની વિગતો મેળવી હતી. મંત્રીએ ફરજ પરના જુનિયર ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફની પણ મુલાકાત લીધી હતી. તેમણે કર્મચારીઓને પડતી વહીવટી અડચણો અને સાધન-સામગ્રીની અછત બાબતે ખુલ્લા મનથી ચર્ચા કરી હતી. 'હેરાન ન થવું પડે તે માટે માઇક્રો લેવલ પર કામગીરી કરાશે' મંત્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારનો ધ્યેય દરેક નાગરિકને શ્રેષ્ઠ અને મફત આરોગ્ય સેવા પૂરી પાડવાનો છે. મેં મારા હોમટાઉન સુરતથી આ નિરીક્ષણની શરૂઆત કરી છે. મારો ઉદ્દેશ્ય કોઈને સસ્પેન્ડ કરવાનો કે ડરાવવાનો નથી, પરંતુ વ્યવસ્થામાં જે ક્ષતિઓ છે તેને સુધારવાનો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, દર્દીઓને નાની-નાની બાબતો જેવી કે સ્ટ્રેચરની ઉપલબ્ધતા, પીવાનું પાણી કે સાફ-સફાઈ માટે હેરાન ન થવું પડે તે માટે 'માઇક્રો લેવલ' પર કામગીરી કરવામાં આવશે. 'ગરમીને લઈને ગુજરાતની તમામ સિવિલોને સજ્જ રખાઈ' આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગ દ્વારા ખાલી સુરત સિવિલ નહીં ગુજરાતની તમામ હોસ્પિટલો PHC , CHC સેન્ટરો આની અંદર આવે. આ મારો વિભાગ છે અને વિભાગમાં મારે જવું જોઈએ અને હું આવતો હોવ છું. એ માટે આજે હું સિવિલના માટે સમય ફાળવી સુરતમાં સ્પેશિયલ તમામ વિભાગો, પ્રશ્નો હજી આનાથી ગરીબ દર્દીઓ માટે કેટલું સારું કરી શકાય. હાલમાં પાણીજન્ય રોગો અને ઉનાળાની ગરમીના આ પાંચ દિવસ ગરમીની ખૂબ જ આ રહી છે, ત્યારે એને પહોંચી વળવા માટે ગુજરાતની તમામ સિવિલોને સજ્જ રાખી એમના ડોક્ટરની ટીમ, એમની પ્રાથમિક ફેઝની 108માં યાતાયાતની અંદર લઈ જવું, લાવવું આ બધી જ આરોગ્ય તંત્રએ સજ્જ છે. પરંતુ સુરત સિવિલથી હું તમામ હોસ્પિટલો અને મારી PHC, CHC સેન્ટરોએ બધી સજ્જ રહે એ હેતુથી હું અહીંયા પણ આવ્યો છું. ક્ષતિ છે અથવા કંઈ પ્રોબ્લેમ હશે એ જાણીને રાજ્ય સરકાર દ્વારા એને ત્વરિત સૂચના આપી શકાય. 'ગુજરાતમાં એક પણ બર્ડ ફ્લૂનો કેસ અત્યારે હાલમાં નથી' તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં એક પણ બર્ડ ફ્લૂનો કેસ અત્યારે હાલમાં આરોગ્યમાં નથી. તો પણ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં જે બર્ડ ફ્લૂના કેસ દેખાયા હતા ત્યાં પણ કંટ્રોલ બાજુ છે. પરંતુ ગુજરાતની એ બોર્ડર પર પશુપાલન વિભાગ અને આરોગ્ય દ્વારા સંપૂર્ણ અમારી ટીમ સજ્જ છે. અરાઉન્ડ 10 કિલોમીટર સુધીના તમામ ગામો વગેરેમાં ટેસ્ટિંગ કર્યું છે. પોલ્ટ્રી ફાર્મ છે એમાં પણ મરઘાઓના ટેસ્ટ કરી અને ચકાસણી લેવામાં આવી છે. તો ગુજરાતમાં બર્ડ ફ્લૂથી કોઈ ગભરાવાની જરૂર નથી સાવચેતી રાખવાની જરૂર છે, કારણ કે એક બોર્ડર પરથી ગુજરાતમાં ન આવે અને આજ સુધીમાં એક કેસ આવ્યો નથી. છતાં આરોગ્ય તંત્ર એ બાબતે સજ્જ છે અને ચિંતાજનક રીતે આગળ કોઈ પ્રોબ્લેમ ના આવવા દે એ માટે તમામ અમારી ટીમ કામગીરી કરી રહી છે. ‘કેમ વ્હીલ ચેરમાં નથી જતા’ મંત્રી પ્રફુલ પાનસેરીયા જ્યારે સિવિલની વિઝીટ કરીને બહાર નીકળતા હતા, ત્યારે તેમણે એક વ્યક્તિને પગમાં વાગેલું અને પાટો બાંધેલ વ્યક્તિ બે વ્યક્તિના સહારાથી જતો હતો. ત્યારે મંત્રી પાનસેરીયા તેની પાસે ગયા અને કેમ વ્હીલ ચેરમાં નથી જતા તેને લઈને સવાલ કર્યા હતા અને પછી જવાબદાર વ્યક્તિઓને તાકીદ કરી હતી કે ધ્યાન રાખવામાં આવે. હોસ્પિટલ કામગીરીમાં બેદરકારી જણાશે તો કાર્યવાહી થશે સુરત સિવિલની મુલાકાત તો માત્ર શરૂઆત છે. મંત્રીએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે આગામી દિવસોમાં તેઓ રાજ્યની અન્ય તમામ સિવિલ હોસ્પિટલો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો (CHC) અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC)ની પણ આવી જ રીતે આકસ્મિક મુલાકાત લેશે. જે હોસ્પિટલોમાં કામગીરીમાં બેદરકારી જણાશે ત્યાં કડક પગલાં લેવાની પણ તેમણે ચીમકી આપી છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરાના પાણીના સંપની માલવદીપસિંહ રાહુલજીએ લીધી મુલાકાત:વીજ પુરવઠો ખોરવાતા અધિકારીઓને કડક સૂચના અપાઈ
    Next Article
    New suburban railway station between Thane and Mulund? Railways’ big move may finally ease the Central line rush

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment