Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં ગમખ્વાર અકસ્માત, બે લોકોના મોત:પૂરપાટ આવતી કારે અડફેટે લેતા બાઈક સવાર બન્ને રોડ પર ફંગોળાયા, ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો

    4 days ago

    હિંમતનગર-તલોદ રોડ પર ગઢોડા અને રામપુર વચ્ચે મોડી રાત્રે કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઈક પર સવાર બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આશરે રાત્રે બે વાગ્યાના સુમારે મેડીટીંબા ગામના લાલુસિંહ પરબતસિંહ મકવાણા (ઉં.વ. 40) અને વનરાજસિંહ સમરસિંહ મકવાણા (ઉં.વ. 42) બાઈક પર તલોદના છત્રીસાથી હિંમતનગર તરફ આવી રહ્યા હતા. તે જ સમયે હિંમતનગર તરફથી રામપુર જઈ રહેલી એક કાર મકીનોઝ ફેક્ટરી નજીક રોડ પર બાઈક સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઈક ચાલક અને પાછળ બેઠેલો વ્યક્તિ ફંગોળાઈને દૂર પટકાયા હતા. ગંભીર ઈજાઓને કારણે બંનેના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા. તેમજ અકસ્માતમાં કાર પલટી ગઈ હતી. અકસ્માતની જાણ થતાં જ પ્રાંતિજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    નવસારી રેલવે સ્ટેશન સામે કૂટણખાનું ઝડપાયું:જનતા ગેસ્ટ હાઉસમાંથી માલિક, મેનેજર સહિત 4ની ધરપકડ
    Next Article
    સુરેન્દ્રનગર કલેક્ટરે મહેસૂલ ચિંતન શિબિરમાં પ્રદાન કર્યું:શહેરી જમીન દફતર વ્યવસ્થાપન અને શાસન પર મહત્વના સૂચનો રજૂ કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment