Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર કલેક્ટરે મહેસૂલ ચિંતન શિબિરમાં પ્રદાન કર્યું:શહેરી જમીન દફતર વ્યવસ્થાપન અને શાસન પર મહત્વના સૂચનો રજૂ કર્યા

    9 hours ago

    રાજ્યના મહેસૂલ વહીવટને વધુ સુદ્રઢ, પારદર્શક અને પ્રજાભિમુખ બનાવવાના હેતુથી ગાંધીનગર નજીક અડાલજ ખાતે ત્રિમૂર્તિ મંદિરમાં 5, 6 અને 7 મે 2027 દરમિયાન રાજ્યસ્તરીય 'ચિંતન શિબિર'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રિ-દિવસીય શિબિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, મુખ્ય સચિવ એમ. કે. દાસ અને મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ ઉપસ્થિત રહ્યા હતા. શિબિરમાં રાજ્યના વહીવટી તંત્રની કાર્યક્ષમતા વધારવા અને કામગીરી પ્રક્રિયાઓના સરળીકરણ અંગે ગહન વિચાર-વિમર્શ થયો હતો. આ શિબિરમાં સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકીએ ભાગ લીધો હતો અને મહેસૂલ વહીવટમાં આધુનિક ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે ખાસ કરીને 'એફિશિયન્ટ અર્બન લેન્ડ રેકોર્ડ મેનેજમેન્ટ એન્ડ ગવર્નન્સ' એટલે કે કાર્યક્ષમ શહેરી જમીન દફતર વ્યવસ્થાપન અને શાસન વિષયક સેમિનારમાં મહત્વનું પ્રદાન આપ્યું હતું. ચર્ચા સત્ર દરમિયાન કલેક્ટર સોલંકીએ શહેરી વિસ્તારોમાં જમીન સંપાદન, પ્રોપર્ટી કાર્ડ મેળવવાની પ્રક્રિયા અને સમગ્ર મહેસૂલી રેકોર્ડના ડિજિટાઈઝેશનને વેગ આપવા માટે જરૂરી વહીવટી સુધારાઓ અને ટેકનિકલ ફેરફારો અંગે પરામર્શ કર્યો હતો. તેમણે જણાવ્યું કે ટેકનોલોજીના માધ્યમથી ડેટા મેનેજમેન્ટ વધુ સચોટ બનતા નાગરિકોની સેવાઓમાં ઝડપ અને પારદર્શિતા આવશે. સમગ્ર શિબિર દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓના ઉચ્ચ અધિકારીઓએ પણ ઉપસ્થિત રહી વહીવટી પ્રક્રિયાઓને સરળ અને લોકભોગ્ય બનાવવા બાબતે પરસ્પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં ગમખ્વાર અકસ્માત, બે લોકોના મોત:પૂરપાટ આવતી કારે અડફેટે લેતા બાઈક સવાર બન્ને રોડ પર ફંગોળાયા, ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો
    Next Article
    Gujarat Cyclone Flood News | બારડોલીમાં મધરાતે ફૂંકાયેલા વાવાઝોડાએ કેળાના પાકને પાયમાલ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment