Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલિસ ફરિયાદ નોંધાઈ:બે ભાઇઓને માર મારી બાઇકની તોડફોડ કરનાર શખ્સો વિરૂદ્ધ રાવ

    9 hours ago

    ભાવનગર શહેરના સિંધુનગર નજીક એક મુસ્લિમ સમાજનો સગીર તેમજ હિંદુ સગીરા બંન્ને પોતાની બાઇક ઉપર બેઠા હતા. જે દરમિયાન સગીરે સગીરા સાથે છેડતી કર્યાના આક્ષેપ સાથે ટોળું ધસી આવ્યું હતું અને પાંચથી વધુ લોકોએ સગીરને મારમારી, બાઇકમાં તોડફોડ કરી હતી. શહેરના લંબે હનુમાન નજીક રહેતા અને રિક્ષા ડ્રાઇવીંગ કરતા સાદીકભાઇ મોદને પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમનો નાનો દિકરો તેમના મિત્રની મોટર સાયકલ લઇને તેની સગીરા મિત્રને મળવા ગયો હતો. જ્યાં કેટલાક સગીરે સગીરાની છેડતી કરતા નજીકમાંથી કેટલાક શખ્સો ધસી આવ્યા હતા અને સગીર યુવકને મારમારી, બાઇકમાં તોડફોડ કરી હતી. જેની જાણ સગીરના મોટા ભાઇ અરમાન ને થતાં તે તેમની દાદી સાથે ઘટના સ્થળે ગયો હતો તેને પણ ટોળાએ મારમારી તેની પણ બાઇકમાં તોડફોડ કરી, પેટ્રોલની ટાંકીમાં આગ ચાંપી હતી. જે ઘટનામાં પોલીસે સગીર વિરૂદ્ધ પોક્સો સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી અટકાયત કરી હતી. જ્યારે બીજી બાજું સગીર તેમજ તેના ભાઇને મારમારી, બાઇકમાં તોડફોડ કરવા મામલે સગીરના પિતા સાદીકભાઇ મોદને રાજુ રાજાણી, નવીન પવનભાઇ, પંકજ ધામેજા, મયુર પીતવાણી, હિતેષ વધવા સામે ફરિયાદ નોંધાવી હતી.
    Click here to Read More
    Previous Article
    સીબીએસઈ:બેસ્ટ ઓફ ટુ એક્ઝામ પૈકી 15મી મેથી બીજી પરીક્ષા લેવામાં આવશે
    Next Article
    હવેલીમાં ધાર્મિક માહોલ:પુષ્ટિમાર્ગીય ગોવર્ધનનાથજીની હવેલીનો 42મો પાટોત્સવ ભાવપૂર્વક ઉજવવામાં આવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment