Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હવેલીમાં ધાર્મિક માહોલ:પુષ્ટિમાર્ગીય ગોવર્ધનનાથજીની હવેલીનો 42મો પાટોત્સવ ભાવપૂર્વક ઉજવવામાં આવ્યો

    8 hours ago

    આજે વૈશાખ વદ છઠ્ઠને શુક્રવારે હવેલીનો 42મો પાટોત્સવ ખૂબ આનંદ, ઉલ્લાસ અને ભાવ પૂર્વક ભવ્ય રીતે પૂ. પા. ગૌ 108 ચી રાસેશ્વર બાવાની ઉપસ્થિતિ માં ઉજવાયો. આ પ્રસંગે સવારે 10 વાગે શ્રી ઠાકોરજી ને ગુલાબ ના પલના અને નંદ મહોત્સવ હર્ષોલાસથી ઉજવાયો. નંદ ભર્યો નંદ ભર્યો જય કન્યા લાલકીમા મોટી સંખ્યામાં હાજર રહેલા વૈષ્ણવો ઝૂમી ઉઠ્યા, પૂજ્ય જેજેના કીર્તનથી વૈષ્ણવો ડોલી ઉઠ્યા. 12વાગે શ્રી ઠાકોરજીને શંખ નાદ , ઘંટનાદ સાથે તિલક થયા અને શ્રી ઠાકોરજી ભવ્ય શ્રૃંગાર થી ફુલ મંડળી મા બિરાજતા હતા. પાટોત્સવ શ્રી ઠાકોરજીને ઉત્સવ ભોગની વિવિધ સામગ્રીઓ ધરવામાં આવી હતી.સાંજે વૈષ્ણવો માટે પ્રસાદ ભોજન અને ભાવનગર બ્લડ બેંક અને હવેલી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કરવામાં આવેલ. હવેલીની સ્થાપના બાદ શ્રી ઠાકોરજીના ઉત્સવો, પુષ્ટિમાર્ગીય તહેવારો ઉપરાંત હવેલીમાં ધાર્મિક અને સામાજિક કાર્યો પણ નિત્ય થાય છે. આ મહાઉત્સવમાં ટ્રસ્ટી મંડળ અને હવેલીના સેવકો ઉત્સાહ અને ઉમંગથી તૈયારી કરી હતી. અને વૈષ્ણવોએ ભાવપૂર્વક દર્શન અને પ્રસાદ સહિત ધાર્મિક કાર્યોનો લાભ લીધો તેમ હવેલીના ટ્રસ્ટી મુકેશભાઈ મહેતાએ જણાવ્યું હતુ. હવેલીમાં ધાર્મિકતા સાથે વિવિધ પ્રવૃતિઓ કરાવાઇ છે મનસુખભાઈ મણિયાર આરોગ્ય વિભાગ માં દરરોજ ડો.રાજેશ્રીબેન બોસમિયા દ્વારા નિઃશુલ્ક દર્દીઓની સારવાર થાય છે. જેમાં શેઠ બ્રધર્સના અશોકભાઈ શેઠ તરફથી જરૂરિયાત મુજબ ઇમ્યુનિટી બૂસ્ટર દવા ફ્રી આપવામાં આવે છે. અને દર શિયાળામાં દરરોજ સવારે ઇમ્યૂનિટી બુસ્ટર આયુર્વેદિક ઉકાળાનુ ફ્રી વિતરણ કરવામાં આવે છે. હવેલીમાં આવેલ હરિભાઈ વળીયા હોલમા દરરોજ સવારે બહેનો માટે નિ:શુલ્ક યોગ ક્લાસ ચાલે છે. હવેલીમા ચાલતા વિવિધ મંડળો દ્વારા હવેલી અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ ચાલે છે. પુષ્ટિમાર્ગની હવેલીઓમાં શ્રી કૃષ્ણ એક રાજાની જેમ રહે છે પુષ્ટિમાર્ગ એટલે પ્રેમ, લાડ અને સમર્પણ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવાનો માર્ગ. આ માર્ગના ધાર્મિક કેન્દ્રોને 'મંદિર'ને બદલે 'હવેલી' કહેવામાં આવે છે, કારણ કે અહીં ભગવાન એક દેવતા તરીકે નહીં, પણ ઘરના સભ્ય અને લાડકવાયા બાલકૃષ્ણ સ્વરૂપે નિવાસ કરે છે.સત્તરમી સદીમાં મુઘલ શાસક ઔરંગઝેબના આક્રમણના ડરથી, શ્રી કૃષ્ણનાં મુખ્ય સ્વરૂપો (નિધિ સ્વરૂપો)ને વ્રજમાંથી ગુજરાત અને રાજસ્થાનના રાજપૂત રાજ્યોમાં સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા. આ સ્વરૂપો જ્યાં જ્યાં બિરાજમાન થયાં, તે સ્થળો આજે ભારતમાં પુષ્ટિમાર્ગના મુખ્ય ધામો બની ગયા છે.
    Click here to Read More
    Previous Article
    પોલિસ ફરિયાદ નોંધાઈ:બે ભાઇઓને માર મારી બાઇકની તોડફોડ કરનાર શખ્સો વિરૂદ્ધ રાવ
    Next Article
    Solving Crime: When killers filmed their own death warrant

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment